જેસરના ચોક ગામે યુવાનની હત્યા

0
3469

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચોક ગામે આજે સાંજના સુમારે બે યુવકોને ઝઘડો થતાં એક યુવકે બીજાને માથાના ભાગે લાકડીના બે જોરદાર ફટકા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતે પ્રથમ જેસર અને બાદ પાલીતાણા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ. જ્યાં પાલીતાણા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે જેસરના મહિલા પીએસઆઈ સુમરાએ આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવાયો હોવાનું ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, જેસર તાલુકાના ચોક ગામે રહેતા હરેશ ભુપતભાઈ વાળા અને સુરેશ વાળા નામના યુવકોને કોઈ બાબતે ઝઘડો થતાં સુરેશ વાળાએ હરેશ વાળાને માથાના ભાગે લાકડીના બે ફટકા ઝીંકી દેતાં ગંભીર લોહીયાળ ઈજાઓ પહોંચાડી હતી. તેને ગંભીર ઈજા સાથે જેસર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલીતાણા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે જેસર પો.સ્ટે.ના મહિલા પીએસઆઈ સુમરાએ ટેલીફોનિક વાતચીતમાં બનાવને સમર્થન આપ્યું હતું અને રાત્રિના ૧૦-૩૦ કલાકે પાલીતાણા જઈ રહ્યાં છે અને આરોપીને ઝડપી લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હત્યાના આ બનાવથી નાનકડા એવા ચોક ગામમાં સનસનાટી મચી જવા પામી છે. જો કે, પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતા મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ પણ નકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here