અક્ષય કુમારની સાથે પ્રથમ ફિલ્મ મળતા પરિણિતી ખુશ

0
711

અક્ષય કુમાર અને પરિણિતી ચોપડાની જોડી ફિલ્મમાં હવે  પ્રથમ વખત જોવા મળનાર છે. ઐતિહાસિક વિષય પર આધારિત ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. જો કે ફિલ્મમાં અક્ષય અને પરિણિતી ચોપડા રહેશે. પ્રાપ્ત અહેવાલ  મુજબ વર્ષ ૧૮૫૭માં થયેલી સારાગઢીની લડાઇ પર ફિલ્મ બનાવવા માટે  તૈયારી ચાલી રહી છે.  આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે પરિણિતી ચોપડાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ મોટા પ્રોજેક્ટ માટે પરિણિતી ચોપડાને અભિનેત્રી તરીકે લેવાનો નિર્ણય કરવામાં આવતા આ સંબંધમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં અક્ષય કુમારની પત્નિ તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. અક્ષય કુમાર અને પરિણિતી ચોપડા પ્રથમ વખત એક સાથે નજરે પડી રહ્યા છે. એમ કહેવામાં આવે છે કે પરિણિતીને ફિલ્મની પટકથા ખુબ પસંદ પડી છે. સાથે સાથે તે પ્રોજેક્ટ માટે તૈયાર થઇ ગઇ છે. જો કે હજુ સુધી ફિલ્મને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here