આમિર નવા ગેટપની તૈયારીમાં ભજવશે ઓશો રજનીશનો રોલ

0
565

બોલિવૂડનો ટોચનો અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન હાલ એક નવા ગેટપની તૈયારીમાં વ્યસ્ત હોવાની જાણકારી મળી હતી. આમિર ગઇ સદીના વિવાદાસ્પદ પરંતુ અતિ તેજસ્વી એવા અધ્યાત્મ પુરુષ ઓશો રજનીશની બાયો-ફિલ્મમાં મુખ્ય રોલ કરવાનો છે એ વાત હવે જગજાહેર થઇ ચૂકી છે. આ ફિલ્મ શકુન બાત્રા બનાવવાના છે અને આમિર પોતે કેટલી હદે રજનીશ જેવો ગેટપ તૈયાર કરી શકે છે એનો અભ્યાસ કરી રહ્યો હોવાનું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.

હાલ આમિર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે યશ રાજની મેગાબજેટ ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન કરી રહ્યો છે. આ ફિલ્મ પૂરી થયા બાદ એ નવી ફિલ્મ કરશે. આમિર એક સાથે મોટે ભાગે એક જ ફિલ્મ કરતો રહ્યો છે. એક ફિલ્મ પૂરી કર્યા પહેલાં એ બીજી ફિલ્મ શરૃ કરતો નથી. આમિરે પોતાના ઓશો સાથેના સામ્યને ચકાસવા વિવિધ પ્રોસ્થેટિક મેકપ મેન સાથે ચર્ચાવિચારણા શરૃ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. એની નિકટનાં સૂત્રોએ કહ્યું કે આમિરને સ્ક્રીપ્ટ ગમી છે પરંતુ એ પૂરી તપાસ કરીને પોતે આ રોલ માટે કેટલી હદે ફિટ બની રહેશે એ હકીકત ચકાસ્યા બાદ કરાર પર સહી કરશે. અત્યારે એે પોતાના પાત્ર વિશે સંશોધન કરી રહ્યો છે. ત્યારબાદ આગળ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here