પરેશ ધાનાણીએ સાપ પકડ્‌યો : પોસ્ટ અને વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો

0
542

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે સાપ સરનામું ભૂલ્યો છે. મને સાપ પકડતાં પણ આવડે છે. ધાનાણીએ આ સાપ પોતાના ગાંધીનગરના નિવાસસ્થાનથી પકડ્‌યો હતો.

કોમન મેનની છાપ ધરાવતા વિપક્ષના નેતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ શેરડીનો રસ કાઢતા નજરે પડ્‌યા હતા. હાલમાં આવેલા વીડિયોમાં વિપક્ષના નેતાની સાથે સાથી મિત્ર નાસીર ટાંક સાથે અન્ય મિત્રો શેરડીનો રસ કાઢી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. ધાનાણી ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને જાતે નિરિક્ષણ કરી રહ્યા હોય તેમ જોવા મળે છે. ધાનાણીનો ગોળ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો.

લોકોએ પરેશ ધાનાણીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા નેતા તરીકે ઓળખાવ્યા હતા. આ પહેલા પરેશ ધાનાણી શેરડીમાંથી ગોળ બનાવતા મશીન દ્વારા ગોળ બનાવવાની જાત મહેનત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here