ભાવનગર જિલ્લાના ૪.પ૪ લાખ બાળકોને મીઝલ્સ રૂબેલા રસીના ઈન્જેક્શન અપાશે

1592

આજે તા. ૧૧ જુલાઈના રોજ મીઝ્‌લ્સ રૂબેલા વેક્સીનેશન કેમ્પેઈન વિષયે જિલ્લા કક્ષાનો વર્કશોપ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સભાગ્રુહ ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડો. અમિત ગંભીરની ઉપસ્થિતિમાં આ કેમ્પેઈનની જાણકારી મીડિયાને આપવાના હેતુસર યોજાયો હતો. ગુજરાત રાજ્ય દેશનું ૨૫ મું રાજ્ય છે જેમાં તા. ૧૬ જુલાઈ થી ૧૫ ઓગષ્ટ ૨૦૧૮ સુધી આ કાર્યક્રમ યોજવામાં આવશે.

તા. ૧૬ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી તમામ સરકારી તથા ખાનગી શાળાઓના બાળકોને તેમજ તા. ૦૧ ઓગષ્ટથી તા. ૧૫ ઓગષ્ટ સુધી આંગણવાડીઓના બાળકોને મીઝ્‌લ્સ રૂબેલા રસીકરણ કરવામાં આવશે.બાંધકામ ક્ષેત્રે કામ કરતા તેમજ ખેતરોમાં કામ કરતા શ્રમયોગીઓના બાળકોને મોબાઈલ વાન દ્વારા મીઝલ્સ રૂબેલા રસીકરણ કરવામાં આવશે.

બાળકોને જન્મજાત ખોડખાંપણ ન થાય તે હેતુસર આ મીઝ્‌લ્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાશે. ભાવનગર જિલ્લાના ૪.૫૪ લાખ બાળકોને મીઝલ્સ રૂબેલાની રસી ઈન્જેક્શન દ્વારા આપવામાં આવશે એક ઈન્જેકશનથી એક જ બાળકને રસી આપવામાં આવશે. આ રસીની  બાળકને આડઅસર થાય તો એઈએફઆઈ ની કીટ તૈયાર રાખવામાં આવશે જેના દ્વારા આડઅસર રોકી શકાશે.આ કાર્યક્રમ અંતર્ગત  જિલ્લાના તમામ ગામોમાં રેલી યોજાશે પોસ્ટર,બેનર, હોર્ડિગ્સ,વોટ્‌સ એપ ગ્રુપ થકી બહોળી પ્રસિદ્ધિ કરાશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એફ. પટેલે જણાવ્યુ હતું કે આ મીઝ્‌લ્સ રૂબેલા વેક્સીનેશન કાર્યક્રમ સંદર્ભે રસીકરણ સમયે વેઈટીંગ રૂમ, વેક્સીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ કાર્યરત રહેશે.સૌના સહકારથી આ એક માસનો કાર્યક્રમ સુંદર રીતે પાર પાડવામાં આવશે. આ વર્કશોપમાં યુનિસેફના રેજી એડવીન, ડો. એ. કે. તાવીયાડ, જિલ્લા પંચાયતના માહિતી પ્રસારણ અધિકારી કુંચાલા તેમજ મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Previous articleપાલીતાણા મામલતદાર કચેરી બહાર થતુ ગેરકાયદે ટિકીટનું વેચાણ
Next articleદેશી તમંચા સાથે શખ્સને ઝડપી લેતી એસઓજી ટીમ