મનરેગા યોજના હેઠળ ર૦૧૮-૧૯નું ર૦.૭૭ કરોડનું લેબર બજેટ મંજુર

1074

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (દિશા) ની બેઠક આયોજન હોલ, કલેકટર કચેરી ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને મળેલ. જેમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, ડો.ધીરૂભાઇ શિયાળ તેમજ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેલ.

આ બેઠકમાં  મનરેગા યોજના અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષમાં જુન અંતિત લેબર બજેટ આયોજનમાં વર્ષ ૨૦૧૮-૧૯ નું કુલ રૂા.૨૦૭૭.૩૮ લાખનું લેબર બજેટ મંજુર કરવામાં આવ્યું.

મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યીલ એસોસીટ્‌સ પ્રોગ્રામ હેઠળ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વુધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ અને અપંગ સહાય યોજના, નિરાધાર વિધવા સહાય યોજના,રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન હેઠળ ભાવનગર શહેરનાં ફ્લેટસ, બહુમાળી ઇમારતો, કોપ્લેક્ષ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડનાં મકાનો માટે ૧૨૦ લી. નાં વ્હીલ ટાઇપ બંધ બોડીનાં ડ્‌સ્ટબીન પુરા પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.તેમજ સ્વચ્છતા અંગેની જગૃતતા ફેલાય તેવી કામગીરી માટે શહેરનાં ૧૩ વોર્ડમાં કુલ ૧૯૧ સ્વચ્છાગ્રહીની નિમણુંક કરવામાં આવેલ છે. નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોગ્રામ, સ્વજલઘારા કાર્યક્રમ અન્વયે ભાવનગર જીલ્લા કુલ ૬૬૪ ગામોમાં પાણી સમિતિની રચનાં કરવામાં આવેલ છે. જેમાં તા.૩૧/૦૬/૨૦૧૮ અંતિત કુલ ૩૯૭ યોજનાઓનાં અંદાજીત કિંમત કુલ રૂ ૬૫૯૧.૫૬ લાખનાં કામો મંજુર કરવામાં આવેલ છે.આ ઉપરાંત દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતી યોજના,પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના,સર્વ શિક્ષા અભિયાન,મધ્યાહન ભોજન યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,બી.એસ.એન.એલ,નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ગામના લોકોની સુખાકારી માટે દરેક ગામમાં ગ્રામ સંગિની સમિતિની રચના કરવામાં આવેલ છે, તેમજ આ સમિતિ અંતર્ગત રૂ. ૧૦,૦૦૦/- નું ફંડ આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ માં જુન-૨૦૧૮ અંતિત કુલ ૬૪૭ ગ્રામ સંગિની સમિતિ આવેલ છે.

Previous articleકાનપર પાસે પુલની રેલીંગ તૂટી
Next articleગુંદી ફાટક નજીક એસટીની ગુલાટ, ૧ બાળકીનું મોત : છને ઈજા