સિહોરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે

1210

આગામી તા. ૧૪ના રોજ ભાવનગર – અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ જગ્યાઓ સાથે સાથે જિલ્લાના સિહોરમાં પણ જિલ્લાની બીજા નંબરની રથયાત્રા નિકળનાર છે. જેની તડામાર તૈયારીઓ શરૂ છે. ઠેર ઠેર બેનરો લાગી રહ્યા છે.  ભગવાનના વસ્ત્રો તૈયાર થઈ ગયા છે. આયોજકોમાં તથા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સિહોરમાં અષાઢી બિજના રોજ પરંપરાગત રીતે એક રથયાત્રા તથા બીજી વેલનાથ યુવક મંડળ દ્વારા શોભાયાત્રા નિકળશે. જેમાં ભાવનગર જગન્નાથજીની રથયાત્રા સમિતિ દ્વારા ઠાકર દ્વારા મંદિરથી ભવ્ય રથયાત્રા નિકળશે. જેમાં વિવિધ ફલોટસ, હોર્ડીગ્ઝ, શણગારેલા ટ્રેકટરો, નાટક મંડળીઓ સાથે ભગવાન જગન્નાથજી બળદેવજી તથા બહેન સુભદ્રા સાથે નગરજનોને દર્શનનો લાભ આપશે. જયારે બીજી શોભાયાત્રા વેલનાથ યુવક મંડળ દ્વારા નિકળશે ત્યારે બીજી શોભાયાત્રા મોંઘીબાની જગ્યાએથી મેઘવદર રોડ પર આવેલ સમાધી પુજન કરવા પહોચશે ત્યારે આ રથયાત્રા તથા શોભાયાત્રા નિહાળવા સિહોર સહિત આજુબાજુ પંથકોમાંથી ભકતજનો દર્શનનો લાભ લેવા ઉમટી પડશે. આ રથયાત્રા સિહોરના રાજમાર્ગ્‌ પરથી પસાર થશે.

સિહોરમાં રથયાત્રા સંદર્ભે પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ પુરી તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાનના પોસ્ટરો લાગી ચુકયા છે. રથયાત્રા સમિતિના ભરતભાઈ મલુકાના નેજા હેઠળ સમિતિના તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપવા ભકતજનો ખભેખભો મીલાવી કામ કરી રહ્યા છે. આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ડીવાયએસપી-૧,  સીઆરપી-૪, પોલીસ જવાનો એએસઆઈ/ એચસી/ પીસી ૭૦, પીએસઆઈ ૧, હોમગાર્ડ ૬૮, પીઆઈ-૧ સહિત મોટો કાફલો બંદોબસ્તમાં રહેશે ત્યારે સિહોરના ટાણા ખાતે પણ રથયાત્રા નિળકનાર હોય ત્યા પણ સુલેહ શાંતિ જળવાય રહે તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધર્યા છે. ત્યારે વિવિધસેવક સમુદાયો દ્વારા તથા વિવિધ સેવાકિય સંસ્થાઓ દ્વારા પ્રાસદ વિતરણનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.

Previous articleદેશી તમંચા સાથે શખ્સને ઝડપી લેતી એસઓજી ટીમ
Next articleવીજ તંત્રની ઉપેક્ષાનો ભોગ બનતા ઉખરલાના ગ્રામજનો અને ખેડૂતો