જનનતા રેડ મામલોઃ અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશ વિરૂદ્ધ તપાસના આદેશ

1025

અમદાવાદમાં થયેલા કથીત લઠ્ઠાકાંડ બાદ જનતા રેડ બાબતે અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશના વિરૂદ્ધમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એસ.પી ઓફિસ સેક્ટર ૨૭ પાસે આવેલા એક મકાનમાં જનતા રેડ કરી હતી.

ઘટના બાદ ગાંધીનગર સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ત્રણેય યુવા નેતાઓ વિરૂધ ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસવાનો અને ટ્રેસ પાસિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ત્રણેય નેતાઓ એકઠા થઈને ગાંધીનગર જીઁ ઓફિસ પર સામેથી હાજર થયા છે. હવે આ કેસમાં પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને જો ગુનો જાહેર થશે તો ત્રણેયને સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Previous articleઆલમપુરથી ચિલોડા ગાંધીનગર નવી સીટી બસ સેવા શરૂ કરાઇ
Next articleગાંધીનગરમાં રાત્રે ધીમીધારે વરસાદનું આગમન : દહેગામમાં એક કલાકમાં બે ઇંચ