તળાજા પંથકમાં મેઘો મહેરબાન : પ ઈંચ ધોધમાર વરસાદ

3648

ગોહિલવાડ પંથકમાં આજે મેઘાવી માહોલ વચ્ચે જિલ્લાના  તળાજા, મહુવા તથા જેસર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતાં. જેમાં તળાજા પંથકમાં આજે મુશળધાર પાંચ ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. જયારે મહુવા તથા જેસર પંથકમાં પણ ત્રણ-ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતાં.

ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં આજે સવારથી મેઘાવી માહોલ જામ્યો હતો. જેમાં તળાજા શહેર તથા ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતાં અને સર્વત્ર પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમાં પડેલા જોરદાર વરસાદના કારણે, રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં. જયારે રસ્તાઓ ઉપર સ્કુટર, રીક્ષા, કાર સહિત અનેક વાહનો બંધ પાડવા સાથે ફસાયા હતાં. તળાજા ઉપરાંત મહુવા અને જેસર  પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. અને રાત્રીના ૮ વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. મહુવા અને જેસર આસપાસના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ પડતા વાવણીને જીવનદાન મળ્યું હતું. જેના પગલે ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો. સાથો સાથ ગ્રામ્ય પંથકનો જળાશયો, નદી-નાળા, ચેકડેમોમાં નવા પાણીની જોરદાર આવક થઈ હતી. ભાવનગર જિલ્લાના પાલિતાણા તથા વલ્લ્ભીપુર પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જયારે ઘોઘા, ઉમરાળા અને ગારિયાધાર પંથકમાં જોરદાર ઝાપટા પડ્યા હતાં. ભાવનગર શહેર સવારના સમયે વરસાદનું જોરદાર ઝાંપ્ટું આવ્યા બાદ મેઘરાજાએ હાથતાળી આપી હતી. ત્યારે જીલ્લાભરમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને મહત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ ૩ ડિગ્રનો ઘટાડો થતા તાપમાનનો પારો ૩૦ ડિગ્રીએ પહોંચ્યો હતો જો કે ભેજનું પ્રમાણ ૯ર ટકા રહેતા બફારાનો અનુભવ થવા પામ્યો હતો.

તાલુકા વાઈઝ પડેલ વરસાદના આંકડા

તાલુકાનું               રાત્રીના ૧૦          સીઝનનો

નામ       સુધીનો વરસાદ  કુલ વરસાદ

ભાવનગર            ઝાંપટા   ૧ર૮ મી.મી.

સિહોર    ૦૩ મી.મી.            ૭૩મી.મી.

ઘોઘા      ૦૭ મી.મી.            ૯પ મી.મી.

વલ્લભી.               ૦૯ મી.મી.            ૧૦૩ મી.મી.

મહુવા    ૭ર મી.મી.            ર૬૮ મી.મી.

તળાજા  ૧ર૦ મી.મી.         ૧૯ર મી.મી.

પાલિતાણા            ૧૭ મી.મી.            ૧૩૦ મી.મી.

ગારિયાધા            ર૦૭ મી.મી.         ૬પ મી.મી.

જેસર      ૭પ મી.મી.           ૧ર૮ મી.મી.

ઉમરાળા               ૦૬ મી.મી.            પ૪ મી.મી.

Previous articleએરપોર્ટ પર પ્લેન હાઈજેકની મોકડ્રીલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે