નવા વરાયેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પાણી પ્રશ્ને રાણપુરની મુલાકાતે

2226

બોટાદ જીલ્લાના રાણપુરમાં ૧૨ દિવસે પાણી આવે છે રાણપુર ને પીવાનુ પાણી પુરૂ પાડતા સુખભાદર ડેમમાં પુરતુ પાણી હોવા છતા અણધડ આયોજન અને અણ આવડતના હિસાબે રાણપુરની પ્રજા હેરાન પરેશાન થાય છે.પાણીની ટાંકી પાસે ૩ ની લાઈન જેટલુ પાણી વેડફાઈ જાય છે કેટલાક વાલ્વ બદલવાની જરૂર છે તથા પાણીના સમ્પ ઉપર મીટર મુકવાની જરૂર છે અમુક લોકોના જણાવ્યા મુજબ પાણી પુરવઠાના સ્ટાફની બેદરકાદીના હિસાબે આ રાણપુરની પ્રજા દંડાય છે અને અમુક નામી અનામી લોકોને ૨૪ ક્લાક પાણી આપવામાં આવે છે જ્યારે બોગસ કનેક્શન બાબતે રાણપુર ના જાગૃત વકીલ રાજેશકુમાર એલ મકવાણાએ રાણપુર મામલતદાર ને રજુઆત કરતા મામલતદારે રાણપુર ગ્રામ પંચાયતને તુરત ગેરકાયદેસર પાણીના નળ કનેક્શન દુર કરવા આદેશ કર્યા છે આ તમામ કાર્યવાહી થી વાકેફ ગુજરાત રાજ્યના નવા વરાયેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજરોજ રાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા નવા વરાયેલ મંત્રીના હારતોરા થી સ્વાગત કર્યા બાદ પાણીના પ્રશ્નની ચર્ચા કરી રાણપુરના પાણીના પ્રશ્નના કાયમી નીરાકરણ માટે પાણી પુરવઠા અધિકારી એચ.સી.ચૌહાણ તથા જે.પી.ચુડાસમા ને આગામી બુધવારે ગાંધીનગર બોલાવ્યા છે તથા અન્ય ગામડામાં જે પાણીના પ્રશ્નો છે તે બાબતે સરપંચોની રજુઆતો ધ્યાનમાં લઈ યોગ્ય નીરાકરણ કરવાની ખાતરી આપેલ છે પશુ ચિકિત્સક હાજર રહેતા નહી હોવાથી તેને લઈને પડતી મુશ્કેલી થી તેમને વાકેફ કરતા યોગ્ય પગલા ભરવાની ખાત્રી આપી છે આ કાર્યક્રમમાં રાણપુર મામલતદાર, ટી.ડી.ઓ, સરપંચો હાજર રહ્યા હતા નવા વરાયેલા મંત્રીએ રાણપુરનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવાની ખાત્રી આપતા લોકોમાં આનંદ છવાયો છે કારણ કે અગાઉ ૨૪ ક્લાક નદી વહેતી હોવા છતા પણ રાણપુરને પાંચ દિવસે ૧ ક્લાક જ પાણી આપવામાં આવે છે તે કર્મચારીઓની બેદરકારી શિવાય કશુ જ નથી આમાં ગ્રામ પંચાયતનો અણધડ વહીવટ કે અણ આવડત જ ગણાય.

Previous articleરાણપુરમાં વરસાદ થોડોને ગારો જાજો ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજ્ય
Next articleરાજુલાના વિક્ટર સહિતના દરિયા કાંઠે અનરાધાર ૬ ઇંચ વરસાદ ખાબક્યો