કૃતિ સનુન પાસે હાઉસફુલ-૪ સહિત ૫ ફિલ્મો હાથમાં

0
853

બરેલી કી બરફી મારફતે લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી કૃતિ સનુન હાલમાં હાઉસફુલ-૩ સહિત પાંચ ફિલ્મો હાથમાં ધરાવે છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં કલંક, પાનિપત, હાઉસફુલ-૪ અને અર્જુન પટિયાળા ફિલ્મનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો પૈકી મોટા ભાગની ફિલ્મો વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. જેથી તે વર્ષ ૨૦૧૯માં છવાયેલી રહે તેવી શક્યતા છે. કૃતિ સનુને કહ્યુ છે કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. કૃતિ સુશાંત સાથે જોવા મળી હતી. જો કે આ  ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તે પહેલા  શાહરૂખ  ખાનની મોટી ફિલ્મ દિલવાલેમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે કાજોલ પણ નજરે પડી હતી. તે વરૂણ ધવનની સાથે દેખાઇ હતી. કૃતિ સનુન બોલિવુડમાં એકપછી એક ફિલ્મ મેળવી રહી છે ત્યારે તે સ્પર્ધામાં ટકી રહેવા માટે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં માનતી નથી. તે નંબર ગેમમાં પણ વિશ્વાસ રાખતી નથી. સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. થોડાક સમય પહેલા હિરોપંતિ ફિલ્મમાં તે સારી ભૂમિકા કરી ગઇ હતી. ત્યારબાદથી તેની સતત નોંધ લેવાઇ રહી છે. તે માત્ર બોલિવુડની ફિલ્મોની ઓફર મેળવી રહી નથી. સાઉથની ફિલ્મોની ઓફર પણ તેની પાસે  આવી રહી છે. બીજી બાજુ તેના સુશાંત સિંહ રાજપુત સાથે પ્રેમ સંબંધોેને લઇને થોડાક દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા. બન્નેના ફોટો પણ સપાટી પર આવ્યા હતા.કૃતિને બોલિવુડમાં આશાસ્પદ અને નવી ઉભરતી સ્ટાર પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તેની પાસેથી સારા રોલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સંજય દત્તની સાથે તેને મોટા બજેટની ફિલ્મ હાથ લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here