ભાવેણાવાસીઓની આગતા-સ્વાગતાથી સુરક્ષા જવાનો અભિભૂત થયા

1619

દેશના સિમાડા સાચવતા વિર જવાનો ભાવેણાના આંગણે મહા ઉત્સવ સમી રથયાત્રા પ્રસંગે છેલ્લા કેટલાક દિવસથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા આવ્યા હોય આ જવાનોના આતીથ્ય સત્કારમાં ભાવેણાવાસીઓએ લેષ માત્ર કચાશ રાખી ન હતી પર પ્રાંતના આ જવાનો ભાવનગરનીઓના દેશ પ્રેમ તથા સેનાના જવાનો પ્રત્યેની આગવી ભાવનાથી ભારે અભિભૂત થયા હતાં. બીએસએફના મુખ્ય લીડર જસબિંરસિંઘના જણાવ્યા અનુસાર સેનામાં ફરજ બજાવતા દેશના અનેક રાજયોમાં મહા ઉત્સવો, કુદરતી આફતો, કોમી રમખાણો સમયે ફરજ બજાવવા જતા હોય છે પરંતુ ગુજરાતના ભાવનગરમાં જે લોકોએ આદર ભાવ સાથે લાગણી દર્શાવી છે. એ કોઈ પણ રાજય કે શહેરમાં આજ સુધી જોવા પણ નથી મળી. આ સ્નેહસભર સંભારણું સેવા નિવૃત્તિ પર્યાત પણ સાથે રહેશે તેમ જણાવ્યું હતું.

Previous articleસિહોરમાં શાંતિપુર્ણ રીતે રથયાત્રા સંપન્ન
Next articleનઘરોળ તંત્ર ન જ સુધર્યુ