અષાઢની ધીંગી ધારા તળે વા’લો નાગરચર્યાએ

1428

ભાવેણાના આંગણે પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા કમિટિ દ્વારા આયોજીત ૩૩મી રથયાત્રા યોજાઈ હતી. આ મહા .ત્સવમાં મોટી સંખ્ય્માં માનવ મહેરામણ સાથે સંતો મહંતો તથા રાજકિય્‌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ભાવનગરનો સૌથી મોટો ઉત્સવ પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા રૂપે યોજવામાં આવે છે. છેલ્લા ૩૩ વર્ષથી ચાલતી આ પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી હતી. જેમાં ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. સ્વ. ભીખુભાઈ ભટ્ટની પ્રેરણાથી સમગ્ર દેશમાં ત્રીજાક્રમની અને રાજયમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં યોજવામાં આવે છે. ભાવનગર રથયાત્રા કમિટિ દ્વારા  આજે યોજાયેલ ૩૩મી રથયાત્રામાં શહેરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતે પ્રાતઃ સમયે પરંપરાગત રીતે સંતગણ તથા બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારીત વેદોના શ્લોક ગાન વચ્ચે પુજા, છેડા પોરા વીધી યોજવામાં આવી હતી. ત્યાર બાદ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહના હસ્તે પહિન્દ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અને સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનભા મોરી પુર્વ સાંસદ રાજુભાઈ રાણા, શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ, પ્રાંત અધિકારી મૈયાણી, ગ્રામ્યના મામલતદાર કે.એમ. સંપટ, મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેષ રાવલ, રથયાત્રા કમિટિના હરૂભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઈ મિસ્ત્રી તથા સંતગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોની હાજરીમાં ભગવાન જગન્નાથજીની રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરી મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, ભરતનગર, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, કાળાનાળા, સર.ટી. હોસ્પિટલ, નિલમબાગ નિર્મળનગર, ચાવડીગેટ, વડવા, જોશનાથ સર્કલ, ઘોઘાગેટ, હલુરીયા ચોક  થઈ રાત્ર નિજ મંદિરે ખાતે પરત ફરિ હતી.

આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીના રથનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથયાત્રા આયોજન કમિટિના હરૂભાઈ ગોંડલીયા સહિતના સભ્યોને ફુલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ રથયાત્રા દરમ્ય્ન ભગવાનની એક ઝલક મેળવવા લોકોએ રોડ પર કલાકો સુધી પ્રતિક્ષાઓ કરી હતી. રથયાત્રાના રૂટ પર સ્વયંસેવી સંસ્થાઓ મંડળો દ્વારા શમિયાણાઓ ઉભા કરી ચા-પાણી, સરબત, પ્રસાદ સહિતનું મોટા પ્રમાણમાં વિતરણ કર્યું હતું. જય જય જગન્નાથના જય ઘોષ સાથે શરૂ થયેલ રથયાત્રામાં મુખ્ય રથમાં  ભગવાન જગન્નાથજીભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજીને અલૌકિક શણગાર રચવામાં આવ્યો હતો. બી.એસ.એફ, એસ.આર.પી., ડીવાયએસપી, પી.આઈ, પી.એસ.આઈ., હોમગાર્ડ સહિતના સુરક્ષા જવાનો દ્વારા સમગ્ર રથયાત્રાને અભેદ્ય સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું હતું.અ ા રથયાત્રામાં વિવિધ ફલોટસ તથા જન જાગૃતિ સંદેશ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. રાત્રીના સમયે રથયાત્રા સંપન્ન થયે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા વિવિધ ફલોટના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.

Previous articleસારંગપુરમાં પ્રમુખસ્વામી માર્ગ ખુલ્લો મુકાયો
Next articleઘોઘામાં ફરિ એકવાર દરિયાના પાણી ગામમાં ઘુસ્યા