રાજુલા ન.પા.પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કોંગ્રેસનાં ૧૮ સભ્યોને સસ્પેન્ડ કરાયા

2422

રાજુલા નગર પાલિકા કોંગ્રેસની હોવા છતા કોંગ્રેસ પ્રેદશ હોદ્દેદારોએ કોંગ્રેસના નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ૧૮ સભ્યોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો પ્રદેશ કોંગ્રેસ ડેલીકેટ બાબુભાઈ જાળોધતાએ નારાજગી વ્યક્ત કરી રાજુલા નગરપાલિકાને કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ૧૮ કોંગ્રેસના સભ્યોએ બનાવી દીધેલ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન વાઘેલાને ભ્રષ્ટાચારના આરોપ સાથે બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત પણ કોંગ્રેસના ૧૮ સભ્યો દ્વારા કરી કોંગ્રેસના જ ૧૮ સભ્યોએ નવી કારોબારી બનાવી પ્રમુખ તરીકે બાઘુબેન બાલાભાઈ વાણીયા પાંચાળી આહીરને સર્વાનુમતે બેસાડેલ અને ધાખડા પરિવારના અને શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાને નગરપાલિકા ઉપપ્રમુખ પદે સર્વાનુમતે બેસાડેલ આમા કયાય પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન હોવા છતા તેમજ ૧૮ સભ્યોએ ભાજપનો ખેસ પહેર્યો ન હોવા છતા હાલના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરના ઈશારે પ્રદેશ કોંગ્રેસના જવાબદાર અધિકારીઓ દ્વારા ૧૮ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરતા શહેર અને તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા કહેલ કે અમો કોંગ્રેસ પક્ષે જ વફાદાર છીએ અને અમોએ પક્ષ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરેલ નથી હા બની બેઠેલ પ્રમુખ મીનાબેનની કામગીરીથી અમો ૧૮ સભ્યો નારાજ હોવાથી બની બેઠેલ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી પસાર કરી કોંગ્રેસ પક્ષની નવી કારોબારી બનાવેલ છે તેમ છતા ધારાસભ્ય અંબરીશ ડેરનાં ઈશારે ૧૮ સભ્યોને સસ્પેન્ડ કરાયા હોવાનાં આક્ષેપો કરાયા હતા.

 

પક્ષ વિરોધી પ્રવૃત્તિ  ન કરી હોવા છતા સસ્પેન્ડ કરાયા : બાબુભાઈ

કોંગ્રેસમાંથી કોઈ નેતાઓ કાર્યકર્તાઓ તેમજ ભાજપમાંથી નેતાઓ કાર્યકર્તાઓ નારાજ થયા હોય તો કોંગ્રેસના દરવાજા ચોવિસ કલાક ખુલ્લા છે તો આ તમામ ૧૮ સભ્યો હજી કોંગ્રેસપક્ષના જ છે તો તેને સસ્પેન્ડ કરાયાથી લોકોમાં કોંગ્રેસ તરફી કેવી અસર પડશે આવી નારાજગીમાં કોંગ્રેસ પ્રદેશના અધિકારીઓએ વિચારવું જ રહ્યુ અમો તો જીંદગીપર્યત કોંગ્રેસ સાથે હતા હાલમાં કોંગ્રેસના વફાદાર સૈનિક છીએ અને આવનારા સમયમાં પણ રહીશું પણ પ્રદેશના અધિકારીઓ નારાજ થયેલ બીજા પક્ષનાને અને કોંગ્રેસમાંથી નારાજ થયેલને પરત બોલાવે છે તો રાજુલામાં આવી નીતી કેમ ? તેમ વેધક સવાલ કોંગ્રેસના પીઢ નેતાઓને કર્યો છે.

 

તમામ સભ્યોની મીટીંગ બાદ નિર્ણય કરાશે : છત્રજીતભાઈ

૧૮ સભ્યોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર પાલીકા ઉપપ્રમુખ ૧) છત્રજીતભાઈ ધાખડા (૨) રાહુલભાઈ ધાખડા (૩) ઈમ્તીયાઝભાઈ સેલોત (૪) દીપેનભાઈ ધાખડા (૫) નગરપાલીકા પ્રમુખ બાઘુબેન વાણીયા (૬) રઘાભાઈ જીંજાળા(૭) રમેશભાઈ કાતરીયા (૮) રજનીભાી જાલંધરા (૯) સાબેરાબેન કુરેશી (૧૦) પ્રદીપભાઈ રજોલીયા (૧૧) રંજનાબેન ચાવડા (૧૨) હર્ષદભાઈ વાઘ (૧૩)સિરિન બહેન લાખાણી (૧૪)જલ્પાબેન જાખરા (૧૫) પુષ્પાબેન પરમાર (૧૬) કાંતાબેન (૧૭) સમીનબેન જીરૂકા અને (૧૮) જરીનાબેન દલ સહિત કોંગ્રેસના ૧૮ સભ્યોને પ્રદેશ પદાધીકારીઓએ કોંગ્રેસ પક્ષ વિરોધ કોઈ પ્રવૃત્તિ કરેલ ન હોવા છતા કોંગ્રેસના મેન્ડેડનો કોઈ અનાદર ન કર્યો હોય તેમજ અમે એ ભાજપનો ખેસ પણ પહેલ ન હોય અને ધારાસભ્ય અંબરીષભાઈ ેરના ઈશારે પ્રદેશ અધિકારીઓએ સસ્પેન્ડ કરેલ નથી તમામ સભ્યોમાં અંબરીષભાઈ ડેર પર આક્ષેપ સાથે નારાજ થયા છે અને આગામી દિવસોમાં તમામ સભ્યોની મીટીંગ બાદ કોઈ પણ નિર્ણય લઈશું તેમ છત્રજીતભાઈ ધાખડા રજનીભાઈ જાલંધરા, રમેશભાઈ કાતરીયા દ્વારા પ્રેસ મીડીયામાં જણાવાયુ છે. આ બાબત કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ અમરેલી જિલ્લાના કોંગ્રેસ આગેવાન અને માજી તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ જળોધરાએ જણાવેલ કે કોંગ્રેસ પક્ષનો હું ૪૦ વર્ષથી સેવા બજાવુ છુ અને આ કોંગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાનો દ્વારા ૧૮ કોંગ્રેસના જ સભ્યોને સસ્પેન્ડ કરાતા ખુબજ નારાજગી વ્યકત કરી છે કોંગ્રેસ પ્રેદશ પ્રમુખ અને રાજ્ય સરકારના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પ્રેસ મીડીયામાં એમ કહે છે.

Previous articleજાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ
Next articleશંકરસિહના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં : તર્ક-વિતર્કો જારી