નાની ઉંમરમાં આ સ્થાન મેળવીને ખુશ છું : અમાયરા

0
756

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં નામ કમાયા બાદ બોલિવૂડમાં આવનારી અમાયરા દસ્તૂર હવે ’મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મમાં જોવા મળશે. ’મેન્ટલ હૈ ક્યા’ એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, જેમાં તે કંગના રાણાવત અને રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનાવામાં આવી રહી છે, જેના નિર્માતા એકતા કપૂર અને શૈલેશ સિંહ છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે રોમેન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મની સ્ટારી એટલી લોભામણી લાગી હતી કે તેણે એક જ વારમાં આ ફિલ્મ માટે હા કરી દીધી હતી. દરેક ફિલ્મમાં અલગ અલગ ભૂમિકા કરનારી અમાયરા હંમેશાં અલગ અને દિલચસ્પ ફિલ્મ કરવા પર ભાર આપે છે. તેણે હંમેશાં અલગ પ્રકારનાં પાત્ર કરવા પસંદ છે. તેણે ગ્રે શેડનાં પાત્રો પણ ભજવ્યાં છે. તે કહે છે કે નાની ઉંમરમાં હું પ્રતિષ્ઠિત પ્રોજેક્ટનો ભાગ બની રહી છપં એટલે ખૂબ જ ખુશ છું. અમાયરા કહે છે કે તે ફિલ્મોની સંખ્યાના બદલે તેની ગુણવત્તા જોવે છે. તેની ફિલ્મોની પસંદગી તે ખુબ સમજી-વિચારીને કરે છે. તેથી મારી પહેલી ફિલ્મની રિલીઝના દોઢ વર્ષની રાહ જોયા બાદ મેં ’કુંગ ફુ યોગા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. બોલિવૂડ ઉપરાંત અમાયરા તામિલ અને તેલુગુ ફિલ્મ જગતમાં પણ સક્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here