ગ્રીનસીટી દ્વારા માજી મેયરના હસ્તે પ૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

1223

રવિવારે સવારે જવેલ્સ સર્કલથી આર.ટી.ઓ. સુધીના રોડ પરના ડીવાઈડરમાં પ૧ સપ્તપર્ણીના વૃક્ષોનું ટ્રી-ગાર્ડ સાથે માજી મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણનું સૌજન્ય અલંગના બી.બી. તાયલ તરફથી પ્રાપ્ત થયું હતું.

વૃક્ષારોપણ તાયલ પરિવારના દરેક સભ્યોએ પણ કર્યું હતું. આ વીસ્તારના કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા પણ જોડાયા હતાં. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા, કમલેશભાઈ શેઠ, જેક ઝાલા, અર્જુનભાઈ, અલકાબેન મહેતા વગેરે સભ્ય્‌ પણ જોડાયા હતાં. આ પ્રસંગે માજી મેયર નિમુબેનએ જણાવેલ કે દેવેનભાઈ શેઠ અને તેની ગ્રીનસીટી સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા સતત મહેનત કરી રહ્યું છે. અને દેવેનભાઈને તેના પર્યાવરણના કામ માટે જ તાજેતરમાં વજ્રા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ભાવનગર માટે ગૌરવની વાત છે. દેવેનભાઈની આ સિધ્ધી માટે અભિનંદન પાઠવ્યા હતાં. દેવેનભાઈ શેઠએ આ તબક્કે તમામ દાતાઓ, મીડીયા તથા ભાવનગરની જનતાનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે આ કાર્ય દાતાઓનો સહકાર મળી રહ્યો છે તેથી શકય બન્યું છે. મીડીયા પણ દરેક વૃક્ષારોપણની પ્રવૃત્તિને પોતાના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી રહી છે. તેથી લોકોમાં પણ પર્યાવરણ પ્રત્યે ખુબ જ જાગૃતિ આવી રહી છે. જે એક સુખદ બાબત છે. કોર્પોરેશન તરફથી પણ ખુબ જ સારો સહકાર મળી રહ્યો છે તેમ દેવેનભાઈએ જણાવ્યું હતું.

Previous articleલાખણકા ગામે રૂબેલા રસીકરણ
Next articleબરવાળા પંથકમાં મુશળધાર વરસાદ ખેડુતોમાં હર્ષોલ્લાસ