બરવાળાના બેલા ગામનો પુલ તુટયો

1848

બરવાળા તાલુકાના બેલા ગામથી વૈયા-ચારણકી ગામ તરફ જવાના રસ્તા ઉપરનો પુલ તુટી પડતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પુલ ધરાશાઈ થઈ જતા તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે.આ પુલ એક વર્ષ પુર્વે જ બનાવવામાં આવ્યો હતો.

બરવાળા પંથકના બેલા ગામનો પુલ ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડવાના કારણે તુટી ગયો હતો.બેલા ગામથી વૈયા-ચારણકીના રસ્તા ઉપર આવેલ પુલ તંત્ર ધ્વારા એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. પ્રથમ ચોમાસામાં જ પુલ ધરાશાઈ થતા પુલનું કામ નબળુ થયાનો લોકો ધ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.આ પુલ તુટી જતા ગ્રામજનો તેમજ રાહદારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો જયારે પુલ બિસ્માર હાલતમાં થઈ જતા લોકોને બરવાળા થઈને વૈયા-ચારણકી ગામે જવુ પડી રહયુ છે.આ પુલ ધરાશાઈ થતાં લોકો જીવના જોખમે પુલ ઉપર ચાલીને જતા રાહદારીઓ,વિદ્યાર્થીઓ,ખેડુતોને હેરાનગતીનો સામનો કરવો પડી રહયો છે.બોટાદ સહિત જિલ્લામાં મેઘરાજાની મહેર થતા અનરાધાર વરસાદ વરસ્યો હતો.વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી જયારે બેલા ગામનો પુલ ઘરાશાઈ થતા બેલનાથ મહાદેવ, વહિયા,ચારણકી ગામ તરફ જતા લોકોને બરવાળા ઉપર થઈ ગામમાં જવુ પડી રહયુ છે.પુલ તુટવાના કારણે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે જયારે તંત્રની નબળી કામગીરીથી તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે. બરવાળા તાલુકાના બેલા ગામના પુલના બાંધકામ સમયે પુર્વ સરપંચ તેમજ ગ્રામજનો ધ્વારા કામ નબળુ થતુ હોવા અંગેની અનેકવાર રજુઆતો સરપંચ સહિતના તંત્રને કરવામાં આવેલ હતી પરંતુ ગ્રામજનોની રજુઆત સામે આખ આડા કાન કરી નબળુ કામ કરવામાં આવ્યુ છે.તેમજ નબળા કામથી જ આ પુલ તુટી ગયો હોવાનો ગ્રામજનો ધ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

Previous articleબાબરીયાવડમાં આભ ફાટયું, તમામ ડેમો ઓવરફલો
Next articleદિવાનપરા રોડ પર મકાનની દિવાલ પડી