ભારે વરસાદના પગલે એનડીઆરએફની વધારે પાંચ ટીમ બોલાવી : મુખ્યમંત્રી

1488

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે દરેક જિલ્લા સાથે કંટ્રોલરૂમ હોટલાઇન સાથે જોડાયેલો છે. ભારે વરસાદ પર સરકારની નજર છે. એરફોર્સને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને અને એનડીઆરએફની પાંચ ટીમ વધારે બોલાવવામાં આવી છે. જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રાખવામાં આવી છે. જો તાત્કાલિક પરિસ્થિતિમાં જરૂર પડે તો એનડીઆરએફની ટીમ ત્યાં ઝડપથી પહોંચે તેવું આયોજન છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાહત સામગ્રી સાથે સંપુર્ણ રીતે સજ્જ છે. આગામી પાંચ દિવસ આગાહી હોવાથી તંત્ર સ્થિતિની પહોંચે વળવા સજ્જ છે. પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પીએમનો કાર્યક્રમ હાલતો યથાવત છે.  જો બે દિવસ પછી સ્થિતિ એવી લાગશે તો વિચાર કરીશું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૨૦ જુલાઈ જુનાગઢ પ્રવાસે આવવાના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો એરફોર્સને પણ તૈયાર રહેવા ચિઠ્ઠી લખી દીધી છે. જોકે હાલ તેવી કોઈ જરૂર પડી નથી. બપોર પછી વરસાદનું જોર ઘટતા સ્થિતિ કાબુમાં છે.

Previous articleવિદ્યાર્થી ઘાતક હથિયાર લઈને નથી આવ્યો ને ? શિક્ષકો સ્કૂલ બેગ તપાસે : શિક્ષણ વિભાગ
Next articleગીર ગઢડામાં ૧૫ ઈંચ, ઉનામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ