પરેશાનીને ચહેરા પર ન દેખાવા દોઃ પરિણીતિ ચોપરા

0
879

એકતા કપૂરની નવી ફિલ્મની જાહેરાત થઇ ચૂકી છે. આ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા ફાઇનલ થવાની અટકળો પહેલાંથી લાગી રહી હતી, પરંતુ તેની સામે હીરોઇનની પસંદગી બાબતે અસમંજસ હતી. શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનનના નામ પર ચર્ચા પણ શરૂ થઇ હતી, પરંતુ આ બધાની વચ્ચે પરિણીતિ ચોપરાએ બાજી મારી લીધી છે.

ફિલ્મ ‘બિહાર’ એક પરિણીત કપલના કિડનેપિંગ પર આધારિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકતા આ ફિલ્મમાં યંગ સ્ટારને લેવા ઇચ્છતી હતી. આ માટે તેણે પરિણીતિનો સંપર્ક કર્યો. પરિણીતિને તેની સ્ક્રિપ્ટ ખૂબ ગમી અને તેણે હા કહી દીધી. તાજેતરમાં પરિણીતિએ ‘નમસ્તે લંડન’નું શૂટિંગ પૂરું કર્યું છે.

ઉલ્લેખનીય છે કે પરિણીતિએ થોડા સમય પહેલાં કરિયરમાં બ્રેક લઇને ફિટનેસ પર ખૂબ જ કામ કર્યું. જ્યારથી તે પાછી ફરી છે તેની પાસે ફિલ્મોની કોઇ કમી નથી. ખરાબમાં ખરાબ સમયમાં પણ પોતાના ચહેરા પર દુઃખની એક પણ લકીર ન આવવા દેનારી પરિણીતિ કહે છે કે આપણી મુશ્કેલી એ છે કે આપણે બહારથી સારું દેખાવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here