ધંધુકા-ધોલેરા તાલુકા સેન્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓરી-રૂબેલા રસીકરણ હાથ ધરાયુ

0
943

ધંધુકા તાલુકાના ગામડાઓથી ઓરી રૂબેલા રસીકરણનો કાર્યક્રમ સૌ પ્રથમ આકરૂ  પ્રાથમિક આરોગ્યના તગડી સબ સેન્ટરેથી પ્રારંભ કરવામાં આવેલ તગડી પ્રાથમિક શાળામાં રસીકરણના પ્રારંભના દિવસે ધંધુકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનસિંહ ચુડાસમા, ડો. સિરાજ દેસાઈ આકરૂ પ્રા.આરોગ્ય કેન્દ્ર પ્રા.શાળા, હાઈસ્કુલના આચાર્યો, ગ્રામજનોની ઉપસ્થિતીમાં દિપપ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવેલ.

ઓરી રૂબેલા રસીકરણનો પ્રારંભ તા.૧૬-૭-૧૮ના રોજથી કરવામાં આવેલ જે અંતર્ગત ડો. સિરાજ દેસાઈ દ્વારા એકત્રિત થયેલ બાળકોના વાલીઓને ઓરી અને રૂબેલાની રસી અપાવવામાં આહ્વાન કર્યુ હતું

આજે તા.૧૭-૭-૧૮ના રોજ ધંધુકા તાલુકા સેન્ટરે આવેલ શ્યામઘાટ પ્રા.શાળામાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ગોહિલ, ડો. દિનેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર શાળાના આચાર્ય ભરતભાઈ અન્ય આગેવાનોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. બીઆરસી સેન્ટરના ચુડાસમા રઘુવીરસિંહ પણ ઉપસ્થિત રહેલ બાળકોને ઓરી-રૂબેલાની રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને રસી લેવા આહવાન કરી રોગથી મુક્તિ મેળવવા અનુરોધ કર્યો હતો આમ ધોલેરા તાલુકા કક્ષાએ ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડીકલ ઓફિસર ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા ધોેલેરા ખાતે આવેલ જે એન વિદ્યામંદિર ખાતે દિપ પ્રાગટ્ય કરી ધો.૯ અને ધો.૧૦ના ૧૫ વર્ષ સુધીના બાળકોને રસી આપેલ આ ઓરી રૂબેલા રસીકરણનો કાર્યક્રમ અંગેનું અભિયાન આ રોગોથી મુક્તિ અપાવવા માટે હાથ ધરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here