ભાવનગર રેન્જ આઈ.જી. તરીકે એન.એન. કોમારની નિમણુંક કરાઈ

0
1869

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા બાદ તુરત જ અધિકારીઓની બદલી કરાઈ છે. રાજ્યના ૩૧ અધિકારીઓની બદલીમાં ભાવનગર રેન્જ આઈ.જી.ની પણ બદલીના ઓર્ડર નિકળ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગતરાત્રિના એક સાથે ૩૧ અધિકારીઓની બદલીના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં ભાવનગર રેન્જ આઈ.જી. અમિતકુમાર વિશ્વકર્માને અમદાવાદ સેક્ટર-૧ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે ભાવનગરમાં નવા આઈ.જી. તરીકે ગાંધીનગર પી એનડ એમના આઈજીપી એન.એન. કોમારને મુકવામાં આવ્યા છે. આ બદલીના ઓર્ડર ર૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here