જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ અસરગ્રસ્ત ગામોની વ્હારે ચડ્યા

1833

જાફરાબાદ તાલુકામાં મેઘતાંડવ સામે માનવતાની મહેક પ્રસરાવતા તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ૪ ગામો જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર વઢેરા, બલાણા, રોહીસા અને ધારાબંદરમાં રૂબરૂ ટ્રેક્ટર જેવા વાહનોમાં ફુડ પેકેટ અને નાના ભુલકાઓથી લઈ મોટા સુધી અમુલ દુધની થેલીઓનું વિતરણ સતત આ લખાય છે ત્યાં હજુ કરણભાઈ દ્વારા તેના પુત્ર મનહરભાઈ બારૈયા, કમલેશભાઈ બારૈયા, પ્રફુલભાઈ બારૈયા, વિનોદભાઈ જાદવ, ભરતભાઈ બાંભણીયા, લખમણભાઈ બારૈયા, શિયાળ મુકેશ, મહેશભાઈ બારૈયા, જાહીદખાન, અરવિંદ મકવાણા, કિશોર બાંભણીયા તેમજ જાફરાબાદ કોળી સમાજ યુવા ગ્રુપ અને કોળી સમાજ માંધાતા ગ્રુપના યુવાનોની અલગ-અલગ ટુકડીઓ બનાવી જેમાં તરવૈયા જે પાણી વધારે પડતું હોય ત્યાં ખાબકીને પણ પાણીમાં ફસાયેલ લોકોને સહી સલામત બહાર કાઢવા અને તમામને આરોગ્ય સારવારથી લઈ ફુડ પેકેટ અને દુધ સુધી પહોંચાડવાનું સેવાકીય કાર્ય હજુ અવિરત શરૂ હોય ત્યારે તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા આ ૪ ગામોમાં ભરાઈ ગયેલ પાણીનો નિકાલ વઢેરાના સરખેશ્વરના દરિયામાં નિકાલ કરવા તેની અલગ ટીમ જહેમત ઉઠાવી રહ્યાથી ચોતરફ માનવતાની મહેક પ્રસરી રહી છે.

Previous articleઆજીવિકા એકસપ્રેસ યોજના અન્વયે સુઘડ ખાતે બે સ્કુલવાન અર્પણ કરાઇ
Next articleરાજુલા અને જાફરાબાદમાં નુકશાનીનો સર્વે કરાયો