જીતુભાઈ વાઘાણીએ વરસાદથી પ્રભાવિત કુંભારવાડામાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

1888

ભાવનગર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા સારા વરસાદના પરિણામે નિચાણ વાળા વિસ્તાર કુંભારવાડા માં ઉભી થયેલી પરિસ્થિતિનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ મહાનગર સેવાસદનના પદાધિકારી અને અધિકારીઓ સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું હતું.

ખાસ કરીને કુંભારવાડા મેઈન રોડ, માઢિયા રોડ વગેરે વિસ્તારો અને મેઈન રોડ પર ચાલુ ગટરના કામને કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિ માટે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી સત્વરે કાર્ય પૂર્ણ કરવા, તાત્કાલિક પરાજુ નાખવા, સ્ટોર્મ ડ્રેનેજ, ડ્રેનેજ અને રોડ વિભાગના અધિકારીઓ સત્વરે ઝડપી કામ પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

જીતુભાઇ વાઘણીએ ઉપસ્થિત લોકોની સમસ્યાને રૂબરૂ જાણી અને સમજી હતી અને આશ્વાસન આપતા અધિકારીઓને સાથે રાખી લોકોને તત્કાલ રાહત કેવી રીતે થાય તેના માટે સૂચનાઓ આપી હતી તેમની સાથે  મેયર મનભા મોરી સહિત હોદ્દેદારો તથા સંગઠનના હોદ્દેદારો જોડાયા હતાં.

Previous articleઘોઘા ગામે દરિયાઈ સંરક્ષણ દિવાલ તાત્કાલિક નહીં બનાવાય તો પ્રમુખ દ્વારા આંદોલનની ચિમકી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે