સ્વચ્છ ભારત મિશન : દહેગામમાં ૫ કચરાગાડી અને ૨ ટ્રેકટર ફાળવાયા

1301

સ્વચ્છ ભારત મિશન ડાયરેકટર કચેરી દ્વારા દહેગામ પાલિકાને કચરાના વહન માટે છોટાહાથી વાહનમાં લગાવાયેલ કચરાપેટી સહિતની કચરા ગાડી તેમજ બે ટ્રેકટરો અપાયા છે.

સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરમાંથી ભીનો તથા સુકો કચરો એકઠો કરવા તેમજ સ્વચ્છતાના કાર્ય માટે ઉપયોગી નિવડે તે માટે સ્વચ્છ ભારત મિશન ડાયરેકટર કચેરી દ્વારા દહેગામ નગર પાલિકાને કચરાના વહન માટે છોટાહાથીમાં લગાવાયેલ કચરાપેટી સહિતની કચરા ગાડી તેમજ બે ટ્રેકટરો અપાયા છે.

દેશભરમાં સ્વચ્છતાની કામગીરી પર ભાર મુકવામાં આવી રહ્યો છે અને તેના માટે પાલિકાઓને સાધન સરંજામથી સજ્જ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા દહેગામ પાલિકાને સ્વચ્છ ભારત અભિયાનની મિશન ડાયરેકટર કચેરી તરફથી પહેલા ભીના તથા સુકા કચરાનું વહન કરવા માટે છોટાહાથી વાહનમાં બનાવાયેલ કચરાના ડબ્બા સહિત એક વાહન તેમજ એક ટ્રેકટર આપવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ વધુ ત્રણ છોટાહાથી વાહનમાં ફિટ કરાયેલ કચરા વહનના ડબ્બા સહિતના વાહન તેમજ એક ટ્રેકટર અપાતાં પાલિકાને કચરો વહન કરવાની પાંચ ગાડી તેમજ બે ટ્રેકટર મળ્યા હતા.

 

Previous articleરાજપુર ખાતે રકતદાન કેમ્પ યોજાયો
Next articleવડપ્રધાન નરેન્દ્ર મોદીનો પોગ્રામ રદ થતાં વિદ્યાર્થીઓ નારાજ : પત્ર લખ્યો