વડપ્રધાન નરેન્દ્ર મોદીનો પોગ્રામ રદ થતાં વિદ્યાર્થીઓ નારાજ : પત્ર લખ્યો

1309

રાજ્યમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવતા નારાજ એક વિદ્યાર્થીએ વડાપ્રધાનને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી ૨૦ જૂલાઇના રોજ વડાપ્રધાન ગુજરાત પ્રવાસ પર આવવાના હતા અને તેમના પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ વડાપ્રધાનનો પ્રવાસ રદ થવાના કારણે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ પણ રદ કરવામાં આવ્યો છે. પદવીદાન સમારંભ રદ થવાના કારણે પરેશાન એક વિદ્યાર્થીએ વડાપ્રધાનને કડક શબ્દોમાં એક પત્ર લખ્યો છે. અહીં વિદ્યાર્થીના પત્રને રજૂ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીએ પત્રમાં લખ્યું હતું કે હું ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું, અને અમે તમામ વિદ્યાર્થીઓ અમારા માતા-પિતાની હાજરીમાં તમારા હસ્તે ડિગ્રી મેળવવાની રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ આજે અમને જણાવવામાં આવ્યું કે, અમારો પદવીદાન સમારોહ મૌકૂફ રાખવામાં આવ્યો છે. આવુ એક-બે વખત બન્યું હોત તો સમજ્યા પરંતુ શરૂઆતમાં અમને કહેવામાં આવ્યું કે પદવીદાન સમારંભ ૨૨મી જૂલાઈએ જ યોજાવાનો છે. અમારા અમુક વિદ્યાર્થીઓએ તેમના પરિવાર માટે ટિકીટ બુકિંગ પણ શરૂ કરી દીધી હતી.

બાદમાં અમારો પદવીદાન સમારંભ ૨૧ જૂલાઇના રોજ કરી દેવામાં આવ્યો જેને કારણે અમારા કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રાવેલ પ્લાન્સ બદલવાનું શરૂ કર્યું, પણ ફરી પાછી અમને જાણ કરવામાં આવી અને ફરીવાર અમારો કાર્યક્રમ બદલીને ૨૦ જૂલાઈ કરવામાં આવ્યો.

અંતમાં અમે ૨૦ જૂલાઇની તૈયારીઓ શરૂ કરી દીધી. અમે અમારા માતાપિતાની હાજરીમાં પદવી લેવા માંગતા હોવાના કારણે અમે તેમની ટિકીટ પણ બુક કરી દીધી. પરિવારમાંથી બે લોકોને જ સમારંભમાં હાજરી આપવાની મંજૂરી છે. અમારે ૧૯મીએ રાત્રે ગાંધીનગર પહોંચવાનું હતું અને અમારે અમારા ફોટોગ્રાફ રજૂ કરીને ડ્રેસિસ કલેક્ટ કરવાના હતા, અને કાર્યક્રમ માટે માતાપિતાના આઈડી કાર્ડ પણ બનાવવાના હતા. બાદમાં ૨૦ જૂલાઈની સવારે પદવીદાન સમારોહનું રિહર્સલ પણ કરવાનું હતું.

સર અમારી પ્રાથમિકતા અમારા પેરેન્ટ્‌સની હાજરીમાં ડિગ્રી લેવાની છે. પરંતુ આ રીતે જે લોકોએ પોતાના પ્લાન્સ વારંવાર બદલ્યા છે, તેમના માટે ખૂબ જ અસહ્ય બાબત રહી છે. અમારી ટીકીટ્‌સ અને બુકિંગ રદ કરાવવા પડ્‌યા અને આર્થિક રીતે પણ ઘણુ નુકસાન ભોગવવું પડ્‌યું છે. અમને નથી લાગતુ કે વડાપ્રધાન રાહત ફંડમાંથી અમને રિફંડ આપવામાં આવશે. સર આ ખરેખર પીએમઓ ઓફિસ અને કોલેજ મેનેજમેન્ટ માટે વાબદારી ભરેલું છે.વરસાદ માત્ર વડાપ્રધાન જ નહી પરંતુ અમારા માતાપિતાને પણ નડે છે. આથી સર આ બાબતની થોડી જવાબદારી લો અને મહેરબાની કરીને આવું ફરીવાર બને તે માટે અંતિમ નિર્ણય સુધી આવી જાવ.

Previous articleસ્વચ્છ ભારત મિશન : દહેગામમાં ૫ કચરાગાડી અને ૨ ટ્રેકટર ફાળવાયા
Next articleરાજુલાના ભેરાઈ, ઉચૈયા ગામોના ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવા થયેલી રજૂઆત