ભાવનગરમાંથી સેંકડો ટ્રક માલિકો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળમા

2260

ભાવનગર શહેર તથા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ ટ્રક માલિકો સમગ્ર દેશના અન્ય ટ્રક માલિકોને ટેકો વજાહેર કરી અચોક્કસી મુદ્દતની હડતાલનો પ્રારંભ કરશે.

સમગ્ર દેશમાં આવેલ માર્ગો તથા ખુણે-ખુણે શરીરમાં પ્રવાહિત ધોરી નસના લોહી માફક ટ્રકો દોડે છે. આજે તા.ર૦-૭થી દેશભરના ટ્રક માલિકો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ડીઝલના ભાવોમાં ઘટાડો, જીએસટી નાબુદી સહિત અનેક માંગ સંદર્ભે વારંવાર રજૂઆત કરી હતી પરંતુ આ મુદ્દે સરકારે કોઈ ધ્યાન ન આપતા આજે તા.ર૦ જુલાઈથી દેશભરના ટ્રક માલિકો દ્વારા જ્યાં સુધી સરકાર દ્વારા તમામ માંગનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી હડતાલ પર ઉતરશે. આ હડતાલના પગલે લાખો ટ્રકોના પૈડા થંભી જશે.

આ હડતાલને ભાવનગર શહેર-જિલ્લાના ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરો દ્વારા ટેકો જાહેર કર્યો છે અને લડતમાં સુર પુરાવ્યો જેને લઈને ભાવનગરના મહત્વપૂર્ણ ઉદ્યોગ એવા અલંગ તથા રોલીંગ મીલોને મોટો ફટકો પડશે. આ હડતાલ અંગે ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સભ્યના જણાવ્યા અનુસાર આ લડત દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસીએશનના નેજા હેઠળ ચાલશે. એમની સુચના મુજબ કાર્યક્રમો આપવામાં આવશે.

Previous articleભારે વરસાદના કારણે રાજ્યના ૧૩ જળાશયો હાઇએલર્ટ, ૫ ડેમ એલર્ટ
Next articleહિરાના કારખાનામાંથી રૂા. પ.૩૦ લાખની લૂંટ