હિરાના કારખાનામાંથી રૂા. પ.૩૦ લાખની લૂંટ

1601

શહેરના તળાજા જકાતનાકા પાસેના રાધેક્રિષ્ના કોમ્પલેક્ષમાં ત્રિજા માલે આવેલ હિરાના કારખાનામાં હવેલી સવારે ત્રણ બુકાની ધારી શખ્સો ધુસી જઈ કારખાને દારને પીસ્તોલ અને છરી બતાવી કાચા – તૈયાર હિરા અને રોકડ મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.બ નાવની જાણ થતા ભરતનગર પોલીસ સ્ટાફ સહિતના દોડી ગયા હતાં.

બનાવની મળતી વિગત મુજબ શહેર નજીકના તરસમીયા ગામે રહેતાં અને તળાજા જકાતનાકા દુઃખી શ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી જવાના રસ્તે આવેલ રાધેક્રિષ્ના કોમ્પલેક્ષમાં ત્રિજા માળે રૂમ નં. ૧૪માં હિરાનું કારખાનું ધરાવતાં અશકોભાઈ પ્રેમજીભાઈ પટેલ વહેલી સવારે ૬-૪પ વાગે કારખાને હતા ત્યારે ત્રણ બુકાની ધારી શખ્સો આશરે રર થી ર૩ વર્ષના છરી તથા પિસ્તોલ જેવા હથિયારો સાથે ધુસી જઈ અશોકભાઈ પટેલના ગાળા પર રાખી મારી નાખવાની ધમકી આપી કારખાનાની તિજોરી ખોલાવી તેમા રાખેલા કાચા તૈયાર હિરા કિ.રૂા. આશરે પાંચ લાખ અને રોકડ રૂા. ૩૦ હજાર મળી કુલ રૂા. પ લાખ ૩૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. બનાવની જાણ થતા એસપી, ડીવાયએસપી, એેલસીબી, ભરતનગર પોલીસ સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગેની જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. તેમજ અશોકભાઈ પટેલની ફરિયાદ નોંધી લૂંટારૂઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

વહેલી સવારે કારખાનામાં ધુસી પિસ્તોલ બતાવી લૂંટનો બનાવ બનતા સ્થાનિક રહિશો અને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અને પોલીસની કામગીરી પર સવાલીય નિશાન લગાવ્યા છે.

Previous articleભાવનગરમાંથી સેંકડો ટ્રક માલિકો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળમા
Next articleવિપ્ર પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત : ચકચાર