નંદકુંવરબા કોલેજમાં ડો.વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન

1462

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજ-દેવરાજનગરમાં બીબીએમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ‘ઈન્ડસ્ટ્રીયલ એક્સપેક્શન ફ્રોમ એન એમ્પ્લોઈ’ વિષય પર એમકેબીયુના એમબીએ ડીપાર્ટમેન્ટના પ્રાધ્યાપક ડો.વેદંતભાઈ પંડયાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ઝડપથી બદલાતા આ યુગમાં કોઈપણ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીયાતની શું જરૂરીયાત હોય છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીયાતને મળતા લાભો અને વેતન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleઇન્દ્રનીલ રાજ્યગુરૂની ગમે તે ઘડીએ ઘરવાપસી, દિલ્હી દોડી ગયાની ચર્ચા
Next articleરાજ્યના દરેક ગામો હવે સંપર્કમાં : રૂપાણી