ગાંધીનગરને સુવ્યવસ્થિત કરવાનું કલેકટરનું વધુ એક સરાહનીય પગલું

1201

ગાંધીનગર શહેરમાં આડેધડ અનિયમિત બાંધકામો અને દબાણોનો રાફડો ફાટયો છે તેવા સમયે કલેકટર દ્વારા ગાંધીનગરને પાટનગરને શોભે તેવું સુવ્યવસ્થિત નગર બનાવવાનું બીડું હાથમાં લીધું છે. જેના ભાગરૂપે અનિયમિત રીતે ફુટપાથ ઉપર લગાવેલા હોર્ડીંગ, પાકા બોર્ડ અને દબાણો હટાવવાની પ્રક્રિયા શહેરમાં આજથી શરુ કરવામાં આવી છે. શહેરના કોમર્શીયલ ગણાતા સેકટર – ૧૧ થી મહાનગર પાલિકા દબાણ વિભાગે શરુઆત કરી છે.

ડોમિનોઝ દ્વારા લગાવેલા બોર્ડને હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યુ છે. જયારે મેઘમલ્હારથી લઈને સુમન ટાવર સુધીના તમામ ફુટપાથ પરના બોર્ડ હટાવી દેવામાં આવ્યા છે. રાધે સ્વીટસ દ્વારા ફુટપાથ પર કરેલું દબાણ પણ શેહશરમ રાખ્યા વગર હટાવી દેવામાં આવ્યું છે. જયારે મોટા હોર્ડીંગ્સ જેવા ડોમિનોઝને સોમવાર સુધી હટાવી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આમ બોર્ડ અને દબાણો હટાવી દેવાથી ફૂટપાથ પરની આડાસો દૂર થતાં નાગરિકોએ રાહતની લાગણી અનુભવી છે. સમગ્ર શહેરમાં આ પ્રકારના બોર્ડ અને દબાણો હટશે તો નગર ખરેખર સુવ્યવસ્થિત લાગશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Previous articleગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માણસા ખાતે કરાશે
Next articleકુંભારીયા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો