જાફરાબાદમાં વિજતંત્રના ધાંધીયા : લોકો પરેશાન

1098

જાફરાબાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલ દ્વારા વિજ ધાંધીયાના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે પીજીવીસીએલમાં સ્ટાફની અછત છે ૩રનો સ્ટાફ હોવો જોઈએ. હાલમાં ૧પનો સ્ટાફ છે. એવું પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું તેમજ ૪ર ગામડા અને જાફરાબાદ શહેર સ્ટાફ માત્ર ૧પ છે. તેમજ બીલ ભરવા માટે માત્ર ૧ બારી છે. જાફરાબાદમાં વીજ ધાંધીયાથી લોકોને અગવડતા પડી રહી છે. અહીં લોકો લાઈટ બીલ ભરવા માટે મજુરીનો દિવસ પાડીને કચેરીએ ધક્કા ખાય છે. સહેજ મોડુ થયું હોવા છતા વીજ બીલ સ્વીકારવામાં આવતા નથી. કચેરીમાં સ્ટાફ ઓછો છે. તેવા જ જવાબો આપવામાં આવે છે. પીજીવીસીએલના અધિકારીની રૂબરૂ  મુલાકાતકાર લેતા એવું જણાવવાયું હતું કે અમે અનેક વખત રજુઆત કરી છે. છતા સ્ટાફ વધારવામાં આવેલ નથી.

Previous articleઅમદાવાદ ખાતે રાષ્ટ્રીય બારોટ સમાજની કારોબારી સમિતિની રચના
Next articleફુલસર ગામે સહકારી મંડળી ખાતે ખાતર ડેપોનું ઉદ્દઘાટન