ભારે વાહનોએ ચાર ગાયોને ઈજાઓ કરી

817

શહેરમાં વરસાદી વાતાવરણના કારણે રસ્તાઓ પર મુંગા પશુઓ અડીંગો જમાવી બેસી જતા હોય છે ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ભારે વાહનો દ્વારા અકસ્માત કરી પશુઓને ઈજા પહોંચાડવાના ચાર બનાવો સામે આવ્યા છે. જેમાં સુભાષનગર, નવાપરા, ઘોઘાસર્કલ અને અધેવાડા ખાતે ભારે વાહનોની અડફેટે ૪ ગાયોને ઈજાઓ થઈ હતી. જેને ગીતાંજલી જનસેવા દ્વારા સ્થળ પર જઈ સારવાર અપાઈ હતી.

Previous articleસિહોરમાં ટોબેકો ટીમ ત્રાડકી, ઠેર ઠેર ચેકીંગ, સ્થળ પર દંડ વસુલાયો
Next articleઝાકરીયા સ્કુલ દ્વારા વૃક્ષા રોપણ