જુદા-જુદા છ ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપ્યો

2127

ભાવનગરના ખુટવડા, રાજકોટ, જુનાગઢના માંગરોલ સહિતના પોલીસ મથકોમાં નોંધાયેલ જુદા-જુદા ગુનાના કામે વોન્ટેડ આરોપીને એલસબીી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ખુંટવડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,અમદાવાદ શહેર,વેજલપુર પોલીસ સ્ટેશન ઇ.પી.કો.કલમઃ-૩૬૪ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સુરેશગીરી જમનગીરી ગોસાઇ ખુંટવડા ગામ પાસે આવેલ આસરણા ચોકડી, અર્જુન પેટ્રોલ પંપ પાસે ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં સુરેશગીરી જમનગીરી ગોસાઇ ઉ.વ.૭૨ રહે.હાલ-ડોડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં,કડિયાળી તા.જાફરાબાદ જી.અમરેલી મુળ-ગાધડકા તા.સાવરકુંડલા જી.અમરેલીવાળા હાજર મળી આવેલ.તેની પુછપરછ તથા નાસતાં-ફરતાં આરોપીઓનાં રજીસ્ટરની ખરાઇ પરથી તેને ઉપરોકત સહિત ભાવનગરનાં મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનનાં બે ગુન્હા, રાજકોટ શહેર, ભકિતનગર પોલીસ સ્ટેશન તથા આજી ડેમ પોલીસ સ્ટેશન તેમજ જુનાગઢ જીલ્લાનાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં પકડવાનો બાકી હોવાનું જણાય આવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

Previous articleરેન્જ આઈજી તરીકે એન.એન. કોમારે ચાર્જ સંભાળ્યો
Next articleભાવનગરમાં ટ્રાન્સપોર્ટરોની આક્રમક લડત