યમલા પગલા દિવાના ફિર સેથી કૃતિ ખરબંદાને લાભ

0
436

બોલિવુડના સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રની હોમ પ્રોડક્શન મોટી ફિલ્મ યમલા પગલા દિવાના ફિરસેને લઇને કૃતિ ભારે ખુશ દેખાઇ રહી છે. દેઓલ પરિવારની આ ફિલ્મમાં સની દેઓલ અને બોબી દેઓલ પણ છે. તે પાસે હવે હાઉસફુલ-૪ ફિલ્મ પણ આવી ગઇ છે. ઉપરાંત કારવામાં તે રોલ કરી રહી છે. જે ત્રીજી ઓગષ્ટના દિવસે દેશભરમાં  રજૂ કરવામાં આવનાર છે. ધર્મેન્દ્ર સાથે પ્રથમ સીન કરતી વેળા કૃતિ ખરબંદા રડી પડી હતી. યમલા પગલા દિવાના-૩ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. તેનુ કહેવુ છે કે ધર્મેન્દ્ર સહિત દેઓલ પરિવાર સાથે કામ કરવાની બાબત તેના માટે એક સપના સમાન છે. તેના માટે આ ફિલ્મ ખાસ છે. આ ફિલ્મ સિરિઝની ત્રીજી ફિલ્મ છે. જેમાં તે ૮૧ વર્ષીય ધર્મેન્દ્ર પોતાના બન્ને પુત્રો સન્ની દેઓલ અને બોબી દેઓલની સાથે કામ કરી રહ્યા છે. કૃતિ યમલા પગલા દિવાના ફ્રેન્ચાઇઝમાં પ્રથમ વખત કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે જ્યારે પ્રથમ વખત ધરમજીની સાથે કામ કરી રહી હતી ત્યારે તે ખરેખર રડી પડી હતી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મને લઇને ખુબ નર્વસ હતી. ધર્મેન્દ્રની સાથે તે વન ઓન વન સીન કરી રહી હતી. આ સીન અંગે વાત કરતા તે કહે છે કે સીનના શુટિંગ બાદ કેટલાક લોકોએ ધર્મેન્દ્રને કહ્યુ હતુ કે તે સીન વેળા રડી હતી. ધર્મેન્દ્ર તેને ખરબંદા તરીકે બોલાવે છે. તેમને કૃતિ કહેવાનુ પસંદ નથી. તેનુ કહેવુ છે કે આવા નામની સાથે પણ તેને બોલાવવાની આ પ્રથમ ઘટના ઘટના છે. ખુબ ઓછા લોકો જાણે છે કે કૃતિએ ફિલ્મ રાજ રીબુટ નામની ફિલ્મ સાથે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર  કોઇ ખાસ કમાલ કરી શકી નથી. જોક આ ફિલ્મ બાદ કૃતિની ખુબસુરતીની નોંધ લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here