અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

0
1277

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને  ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરનાર છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપુર અને સોનમ એક સાથે કામ કરી રહ્યા છે. અનિલ કપુર તો વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર તરીકે હતો. તેની બોલબાલા સમગ્ર ભારતમાં જોવા મળી હતી. તે વિતેલા વર્ષોમાં રામ લખન, કર્મા, ઇશ્વર જેવી અનેક ફિલ્મ કરી ચુક્યો છે. બીજી બાજુ સોનમ કપુર હાલમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેત્રી છે. સંજયની બાયોપિક ફિલ્મમાં નજરે પડી હતી જેમાં  રણબીર કપુરની મુખ્ય ભમિકા હતી.  આ ફિલ્મમાં પણ સોનમ કપુર નાનકડી ભૂમિકા અદા કરી ગઇ છે.  સંજય દત્તની  પત્નિ માન્યતાના રોલમાં ફિલ્મમાં દિયા મિર્જા નજરે પડી હતી. સોનમ કપુર અને અનિલ કપુરની ફિલ્મને લઇને હજુ સુધી નામની જાહેરાત કરવામાં આવી હતી. સોનમ કપુર બોલિવુડમાં મોડલિંગને લઇને પણ લોકપ્રિય રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here