ગેરકાયદેસર ગટર જોડાણવાળી ગુુડા વિસ્તારની ૧ર૦ સોસાયટીને નોટિસ

0
645

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સોસાયટીઓ વધી રહી છે. ગુડા દ્વારા પાયાની સુવિધાઓ પહોચાડવામાં આવી રહી છે. જેમાં ગટર લાઇનનો પણ સમાવેશ થાય છે. સોસાયટીઓ બનતી ગઇ તેમ બિલ્ડરોએ ગુડાની ગટર લાઇનોમાં સોસાયટીઓનાં જોડાણ કરી દીધા. પરંતુ મોટા ભાગની સોસાયટીઓએ ગટર જોડાણ માટે જરૂરી ફિ ભરીને મંજુરી મેળવવાની જરૂરી પ્રક્રિયા જ કરી નથી. વારંવાર ટકોર છતા મંજુરીની દરખાસ્ત ન કરતા સોસાયટીઓને નોટીસો મોકલાઈ રહી છે.

ગુડામાં સમાવીષ્ઠ કુડાસણ, સરગાસણ, રાયસણ, વાવોલ, કોબા, અડાલજ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૪૦૦ જેટલી સોસાયટીઓ છે અને ૧૦૦થી વધુ સાઇટો બંધાઇ રહી છે. સોસાયટીઓને ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ તથા પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમાં પહેલુ કામ ગટર લાઇનનું કર્યુ હતુ. જોકે ઘણા વિસ્તારોમાં હજુ લાઇન પહોચી નથી. તેમ છતા મોટાભાગની સોસાયટીઓને આવરી લેવાઇ છે. ગુડાનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર ગટર લાઇન નંખાયા બાદ જેમ જેમ સોસાયટીઓ બનતી ગઇ તેમ તેમ સોસાયટીઓનાં કનેકશનો ગટર લાઇનને થતા ગયા. પરંતુ મોટા ભાગની સોસાયટીએ કાયદેસર જોડાણ લીધા નથી. સોસાયટીએ નિયત રકમ જમા કરાવીને ગટરનાં જોડાણ માટે પ્રક્રિયા કરવાની હોય છે. પરંતુ સોસાયટીએ ગટરનો લાભ લીધા બાદ આ પ્રક્રિયા કરવાની તસ્દી ન લીધી.

ગુડાની નોટીસ પ્રમાણે પહેલા પણ ટકોર કરવા છતા જોડાણ અધિકૃત ન કરાવતા આ નોટીસ મળ્યાનાં ૩ દિવસમાં દરખાસ્ત કરીને જરૂરી પ્રક્રિયા કરાવવાની રહેશે. નહી તો કોઇ પણ જાતની લેખીત કે મૌખીક જાણ કર્યા વગર ગુડા જોડાણો દુર કરશે. જેનો ખર્ચ સોસાયટી પાસેથી વસુલાશે.

ગુડાનાં અધિકારી એન એમ પટેલનાં જણાવ્યાનુંસાર કાયદેસર જોડાણ ન લેનાર સોસાયટીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. જેમાં બીયુ પરમીશન મળ્યાનાં દિવસથી અત્યાર સુધીનો ચાર્જ વસુલાશે.

નોટીસમાં ચેતવણી આપવામાં આવી છે કે આ આખરી નોટીસ છે. હવેથી જોડાણ દુર કરવા સાથે અન્ય માળખાકીય સુવિધાઓ પણ મળવાપાત્ર રહેશે નહી, જો સોસાયટીઓ મંજુરી લેવા નહી આવે તો વપરાશી પ્રમાણપત્ર રદ કરવા સુધીનાં પગલા લેવાશે તેમ તંત્ર તરફથી ખાસ સૂચના સાથે ચેતવણી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here