ધાતરવડી ડેમના પાણીના પ્રવાહમાં તણાયેલ ભરવાડ આધેડની લાશ ચાર દિવસે મળી

0
1181

રાજુલા  નજીક ખાખબાઈ ગામના આધેડ ભરવાડ ભોજાભાઈની લાશ ધાતરવડી નદીના પુરના પાણી ઓસરી જતા વોકળામાં ફસાઈ ગયેલ લાશ ૪ દિવસે મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. નગરપાલિકાના સેવાભાવી યુવાનોની તનતોડ મહેનત ડેડ બોડીને પી.એમ. કરાવી ભરવાડ સમાજને સોંપાઈ હતી.

આજથી ૪ દિવસ પહેલા રાજુલા નજીક ખાખબાઈના ધાતરવડી (ર) ડેમ ઓવરફલો થતા નદીના ધસમતા પુરમાં ખાખબાઈના આધેડ ભોજાભાઈ મેરૂભાઈ ભરવાડ (ઉ.વ.૪પ) નદીના વહેતા પ્રવાહમાં તણાય ગયાથી ડેપ્યુટે કલેકટરને ગામ આગેવાન કરશનભાઈએ જાણ કરતા જિલ્લાથી એનડીઆરએફ ટીમ તેમજ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ મામલતદાર ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી એન પી. ત્રિવેદીની તરવૈયા ટીમ ગઈ કાલે છેક દરિયા સુધી તપાસ કરેલ જેને આજે ચાર ચાર દિવસથી થઈ રહેલ શોધખોળના અંતે ધાતરવડી નદીનું પુર ઓસરી જતા ખાખબાઈ ગામના લોકોને લાશ નજરે ચડતા તાત્કાલિક કરશનભાઈ દ્વારા એમ્બ્ય્લન્સ સાથે નગરપાલિકાની ટીમના વિનુભાઈ શ્રીરામ ખાખબાઈ ગામના ઉપસરપંચ નાગજીભાઈ કાતરીયા, પાતાભાઈ દુદાભાઈ સાથે તાલુકા પંચાયતના એટીડીઓ મહેતાભાઈ સામજીભાઈ અને સેવાભાવીઓએ દુર દુર પાણીમાંથી તરતી ઉંધે માથે લાશને મહા મહેનતે બહાર કાઢી પી.એમ. કરાવી ખાખબાઈના ભરવાડ સમાજના આગેવાનો અશોકભાઈ સહિતને સોંપી ગામ આખામાં શોકનો માહોલ છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here