ઘોઘા તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી

1574

ઘોઘા તાલુકાશિક્ષક શરાફી સહકારી મંડળી લી ની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં મુખ્ય મહેમાન તરીકે   ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ અતિથિ વિશેષ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ઈશ્વરભાઈ જાની,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા અને યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ ની  ઉપસ્થિતિમાં  મંડળી ના પ્રમુખ કિશોરભાઈ દવે ના  અધ્યક્ષ સ્થાને ઘોઘા તાલુકાના વાળુકડ ગામે યોજાય,જેમાં સન ૨૦૧૭-૨૦૧૮ વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા, સરાફી મંડળી દ્વારા સભાસદને વ્યક્તિ ગત ૧૧ લાખ શુધીની લોન  આપવામાં આવે છે,જ્યારે આકસ્મિક ધિરાણ ૨૫ હજાર સુધી આપવામાં આવે છે,મંડળીના પ્રમુખ કિશોરભાઈ દવે અને તેમની ટિમ ઉપપ્રમુખ પ્રવિણાબેન રાવ, લીલાવતીબેન રાજ્યગુરુ, મંત્રી હસમુખરાય ત્રિવેદી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોની  સફળ,આયોજન બદ્ધ  કામગીરી ને ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આવકારી અભિનંદન આપ્યા, સાથે નિવૃત શિક્ષકોનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું સાથે ઘોઘા તાલુકા ના શિક્ષક પરિવાર ના સંતાનો ના ધોરણ ૧૦ થી કોલેજ સુધીના, વિધાર્થીઓ ને મોમેન્ટો અને કીટ આપી સન્માન કારવામા આવ્યું. સામાન્ય સભામા , વ્યવસ્થાપક કમિટીના સભ્યો સજુભા ગોહિલ, ભરતકુમાર પરમાર, વિપુલભાઈ જાની, જગાભાઈ બતાડા, વલ્લભભાઈ ધંધાલા, અનિરૂઘ્ધભાઈ રાજ્યગુરુ, બટુકભાઈ ચૌહાણ,જયેશકુમાર કનાડા, ભુપતભાઇ જાની, મનોજભાઈ ધંધાલા, મહેન્દ્રભાઈ નિનામાં, કાળુભાઇ સેતા, સુરેશભાઈ વાઘેલા, ધીરુભાઈ વાસાણી, બી.આર.સી. વિજયભાઈ, સી.આર.સી. પ્રહલાદસિંહ, જયપાલસિંહ જયદેવસિંહ, કેન્દ્રવર્તી શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ, કિશોરભાઈ બારોટ, અને સભાસદો, શિક્ષક મિત્રીના પરિવાર જનો હાજર રહયા.

Previous articleઢસા બેંક ઓફ બરોડાનો ૧૧૧મો સ્થાપના દિન ઉજવાયો
Next articleસિહોરની જે.જે.મહેતા સ્કુલની વિદ્યાર્થિનીઓ સમુહ નૃત્યમાં પ્રથમ