સૌરાષ્ટ્રનું ગૌરવ સિંહ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે સૌના યોગદાનની આવશ્યકતા

1262

સમગ્ર વિશ્વમાં સૌરાષ્ટ્રના ગૌરવ એશિયાઈ સિંહ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે સૌના યોગદાનની આવશ્યકતા રહેલી છે તેમ નાયબ વન સંરક્ષક રામ મોહનનો કાર્યકર્તા અને કર્મચારીઓ માટે અનુરોધ છે. સિંહ દિવસ ઉજવમી માટે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં આયોજન સંદર્ભે ચર્ચા થઈ હતી.

સિંહર દિવસની ૧૦ ઓગષ્ટના દિવસે કરાનાર ઉજવણી સંદર્ભે કાર્યકર્તા અને કર્મચારીઓ માટેની ખાસ બેઠક યોજાઈ ગઈ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ વહિવટી તંત્રના સંકલનથી સિંહ દિવસની ઉજવણી સંદર્ભે રવિવારે સાસણ (ગીર)ખાતેની બેઠકમાં નાયબ વન સંરક્ષક રામ મોહન દ્વારા માર્ગદર્શન અપાયુ હતું.

આ બેઠકમાં સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહએ સૌરાષ્ટ્રનું ગૌરવ હોઈ તેના પ્રત્યે સંવેદનશીલ બનવા માટે અનુરોધ કરાયો હતો. તેમણે ઉમેર્યું કે ગત વર્ષ સિંહ દિવસ ઉજવણીમાં લગભગ ૮,૩૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ વર્ષે બોટાદ જિલ્લો ઉમરેળા તેમજ વધુ સંસ્થાઓ સાથે રહેલા ૧૨ લાખ વિદ્યાર્થીઓને જોડવા લક્ષ્ય છે. જે વિક્રમ સર્જક બાબત રહેશે. વન વિભાગના અધિકારી રાજદીપસિંહ ઝાલાએ પ્રારંભિક આવકાર ઉદબોધન સાથે વિગતો આપી હતી. આ બેઠકમાં સિંહ વિશે તેમજ સિંહ દિવસ સંદર્ભે રસપ્રદ ચર્ચા તેમજ સુચનો થવા પામેલ જેમા કરશનભાઈ વાળા સાથે અહિ ઉપસ્થિત પ્રતિનિધીઓ સામેલ રહ્યા હતા.

Previous articleધારાબંદર ગામે અલ્ટ્રાટેક દ્વારા વિનામુલ્યે મેડિકલ કેમ્પ યોજાયો
Next articleસિહોર વોર્ડ ંન.૬માં દબાણો દુર કરી સફાઈ કરતી નગરપાલીકા