સની લિયોનીની બાયોપિક ‘કરનજીત કૌર…’ ઈન્ટરનેટ પર થઈ લીક 

0
885

એક જમાનાની પોર્ન સુપર સ્ટાર અને હવે બોલિવુડની અભિનેત્રી સની લિયોનીની બાયોપિક ’કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે શીખ પરિવારમાં જન્મેલી કરનજીત કૌર કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર બની ગઈ. ફિલ્મને સારી પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ તેની કમાણી અંગે ખરાબ સમાચાર છે. ફિલ્મ ઈન્ટરનેટ પર પણ લીક થઈ ગઈ છે. ફિલ્મને પાઈરસી સાઈટ તમિલરોકર્સે લીક કરી છે.

તમને જણાવી દઈએ કે તમિલરોકર્સ આ પહેલા પણ ઘણી મોટી ફિલ્મો લીક કરીને સમાચારમાં છવાઈ ગયા છે. હાલમાં જ આ વેબસાઈટને રજનીકાંતના ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વેબસાઈટ પર રજનીકાંતની ફિલ્મ ’કાલા’ ને લીક કરવાની અફવા સામે આવી હતી. આ ઉપરાંત તમિલરોકર્સ પર જ નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સ્ટારર વેબસીરિઝ ’ગેમ્સ રીલિઝ થઈ હતી.’

સની લિયોનીએ ક્યારેય પણ પોતાના જીવન વિશે ખુલીને વાત કરતા પહેલા ક્યારેય વિચાર્યુ નથી. થોડા સમય પહેલા સની લિયોની એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યુ હતુ કે એક સારી સ્ટોરી ઈચ્છતા હતા અને મારી લાઈફમાં પહેલેથી ઘણા અલગ પ્રકારના કિસ્સાઓ બની ચૂક્યા છે. મારા બાળકો આ સીરિઝનો હિસ્સો નથી. બની શકે કે તેમને આગામી સીરિઝમાં રાખવામાં આવે. જો ફિલ્મને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો તો અમે બીજી સિઝન વિશે વિચારીશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here