બરવાળા ન.પા.ના રોજમદાર સફાઈ કામદારોના ધરણા-સફાઈ કામ ઠપ્પ

980

બરવાળા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો પોતાની જુદી-જુદી માંગણીઓ અંગે રજુઆતો કરતા માંગણીઓ ન સંતોષાતા સોમવારથી નગરપાલિકા ગ્રાઉન્ડ પાસે મંડપ બાંધી પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.આ પ્રતિક ધરણામાં બરવાળા નગરપાલિકાના તમામ રોજમદાર સફાઈ કામદારો પોતાની કામગીરીથી અળગા રહયા હતા. જેના કારણે શહેરમાં અમુક વિસ્તારો સિવાય સફાઈ કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. આજથી દસ જેટલા રોજમદાર સફાઈ કામદારો પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી અચોકકસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરશે.

બોટાદ જીલ્લાની બરવાળા નગરપાલિકા ખાતે ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા તેમજ જુદી-જુદી માંગણીના મુદે તા.ર૩-ર૪/૦૭/ર૦૧૮ ના રોજ બે દિવસ ૪૦ જેટલા રોજમદાર સફાઈ કામદારો પ્રતિક ધરણા આંદોલનમાં જોડાયા હતા. બરવાળા નગરપાલિકામાં કામદારો ધ્વારા રજુઆતો કરવામાં આવેલ હતી તેમ છતાં સફાઈ કામદારોની માંગણી ન સંતોષાતા રોજમદાર સફાઈ કામદારો ધરણા આંદોલનમાં જોડાયા હતા.બે દિવસના પ્રતિક ધરણા આંદોલનમાં માંગણીઓ અંગેનું નિરાકરણ નહિ આવતા તા.રપ/૭/ર૦૧૮ થી રોજમદાર સફાઈ કામદારો જયાં સુધી પોતાની માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી અચોકકસ મુદત સુધી ભુખ હડતાળ આંદોલનમાં જોડાશે.આ ભુખ હડતાળ આંદોલનમાં દસ જેટલા રોજમદાર સફાઈ કામદારો જોડાશે.બરવાળા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો હડતાળ ઉપર જતા નગરના અમુક વિસ્તારો સિવાય સફાઈ કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી.

Previous articleમસ્તરામ સોસાયટીમાં પેવિંગ બ્લોકનું ખાતમુર્હૂત
Next articleપુરપીડીતોને સહાય કીટનું વિતરણ