પાલિતાણામાંથી ૧૪.પ૬ લાખની વીજચોરી ઝડપાઈ

0
1263

પાલીતાણા પીજીવીસીએલ દ્વારા પ પેટા ડીવીઝનમાં હાથ ધરવામાં આવેલ વિજ ચેકીંગ ૧ર૯ આસામીઓ પાવર ચોરી આચરતા ઝડપાઈ  જવા પામ્યા હતા. જે ચોરોને દંડ સહિત કાર્યવાહી કરવામાં આવતા પાવર ચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

સમગ્ર કામગીરી અંગે વિજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પાલીતાણા પંથકમાં લાંબા સમયથી પાવર ચોરીનું દુષણ વ્યાપક બન્યું હોય જેને ડામવા અલગ-અલગ પ સબ ડીવીઝનોમાં વહેલી સવારે ૧૦ ટીમએ સજ્જડ સુરક્ષા બંદોબસ્ત સાથે ચેકીંગ હાથ ધરવામાં એ સાથે પાલીતાણા ગ્રામ્ય તથા ગારિયાધાર પંથકમાં પણ ડ્રાઈવ યોજી હતી અને સાંજ સુધીમાં કુલ ૬૬૭ વિજ જોડાણો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૧ર૯ કનેક્શનોમાં અલગ-અલગ પ્રકારે વિજ ચોરી આચરવામાં આવી રહી હોવાનું ફલીત થતા પાવર ચોરી આચરતા આસામીઓના કનેક્શનો કટ્ટ કરી તેઓને રૂા.૧૪,પ૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત તેઓ વિરૂધ્ધ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વિજ ચોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here