ખાડીમાં ન્હાવા પડેલ યુવાન લાપતા

1491

શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં આવેલ ખાડીમાં મિત્રો સાથે ન્હાવા ગયેલ યુવાન લાપત્તા થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા અને ફાયર સ્ટાફ દોડી જઈ ત્રણ કલાક સુધી યુવાનની શોધખોળ કરી હતી.

બનાવ સ્થળેથી મળતી વિગત મુજબ આજરોજ બપોરના સમયે ત્રણ મિત્રોે કુંભારવાડા ખાર વિસ્તારમાં આવેલ ખાડીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે અશોક જાદવ નામનો યુવાન ખાડીમાં લાપત્તા થયાની વાતો વહેતી થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી જઈ ખાડીના પાણીમાં ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી પંરતુ લાપત્તા થયેલ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદ અંધારૂ થઈ જતા ફાયરસ્ટાફ પરત ફર્યો હતો યુવાન ડુબ્યો છે કે કેમ તે હજુ સત્તાવાર રીતે બહાર આવેલ નથી.

Previous articleપાલિતાણામાંથી ૧૪.પ૬ લાખની વીજચોરી ઝડપાઈ
Next articleબગદાણામાં ગુરૂપુર્ણિમાની તડામાર તૈયારીઓ