ફાયરીંગ પ્રકરણે ફરાર ત્રણ શખ્સો ઝડપાયા

2093

ગઢડા તાલુકાના મોડીકુંડળ ગામ પાસે રોડ રસ્તાના કોન્ટ્રાકટર પર ત્રણ શખ્સોેે જીવલેણ હુમલો કરી નાસતા ફરતા ત્રણેય આરોપીઓને આટકોટ પોલીસે ઝડપી લીધા છે. સિહોર તાલુકાના નવાગામ (કનીવાવ)ખાતે રહેતા અને સરકારી રોડ રસ્તા બનાવવાનો કોન્ટ્રાકટ રાખતા હરદેવસિંહ ધીરૂભાઈ નકુમ ગત તા.૪-૭-૨૦૧૮ના રોજ ગઢડા (સ્વા.)તાલુકાના મોટી કુંડળથી સમઢીયાળા રસ્તા પર ફરિયાદી હરદેવસિંહ ઉભા હોય એ દરમિયાન આરોપી મંગળુ દાદભાઈ ભીસરીયા ઉ.૪૦રે. ગઢડા, ભગીરથ વિકુભાઈ ખાચર, ઉ.૨૨ રે. ગઢડા, તથા રાજુ અનકભાઈ ખાંચર રે ગઢડા વાળાએ ફરિયાદીને જણાવેલ કે તે બનાવેલ પુલનું કામ નબળી ગુણવત્તાનું છે અને કામ શરૂ રાખવુ હોય તો રૂા.૧૦ લાખની માંગણી કરી હતી જે નાણા આપવાનો હરદેવસિંહએ ઈન્કાર કરતા મંગળુ, રાજુ, તથા ભગીરથએ ફરિયાદી હરદેવસિંહ સાથે બોલાચાલી કરી તેના પર દેશી તમંચા વડે ફાયરીંગ કરી નાસી છુટ્યા હતા જે સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. આ ઘટના બાદ આરોપીઓ નાસતા ફરતા હોય જેમા ગત તા.૨૪-૭ના રોજ આટકોટ પોલીસની ટીમ રાજકોટ રોડ પર ચેકીંગમાં હતી એ દરમિયાન મારૂતી વેગન આર. નં.જીજે ૫ સીએફ ૮૯૬૮ શંકાસ્પદ હાલતે પસાર થતા જેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે તીવ્ર ગતિએ પોતાનુ વાહન દોડાવી મુકતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને આંતરી કારની તલાસી લેતા તેમાંથી દેશી તમંચો કિ.રૂા.૧૦ હજાર કાર્ટીસ મળી આવતા પોલીસે કાર તમંચો કાર્ટીસ સાથે ત્રણેય શખ્સોની ધડપકડ કરી તપાસ હાથ ધરતા આ શખ્સો ફાયરીંગના ગુનામાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ હતું આથી પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleરાણપુર પો.સ્ટે.માં વૃક્ષારોપણ કરાયું
Next articleહિરાની ઠગાઈ પ્રકરણે ૧૦૦ ટકા માલ રીકવર કરતી એલસીબી