હિરાની ઠગાઈ પ્રકરણે ૧૦૦ ટકા માલ રીકવર કરતી એલસીબી

1620

ભાવનગરના વિઠ્ઠલભાઈ વિસ્તારમાં આવેલ હરીદર્શન એક્ષપોર્ટ પ્રાઈવેટ લીમીટેડ હિરાની ઓફિસમાંથી ઉકાળવા માટે આપેલાં ૮.૮૫ કરોડના હિરાની ઠગાઈ કરી નાસી છુટેલ આરોપીને બોટાદ એલ.સી.બી.એ ઝડપી લઈ ભાવનગર એલ.સી.બી.ને સોંપી દેતા ભાવનગર એલ.સી.બી.એ આરોેપીને કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે જેમા ઠગાઈ કરેલ તમામ મુદ્દામાલ એલ.સી.બી.એ. રીકવર કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૧૪ જુલાઈના રોજ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ રૂા.૮.૮૫ કરોડના હિરાની ઠગાઈમાં બોટાદ એલ.સી.બી.એ. ઘનશ્યામ મેઘજીભાઈ ચાવડાને ઝડપી લઈ ભાવનગર એલ.સી.બી.ને સોંપતા એલ.સી.બી. ટીમે કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે. જેમા ઘનશ્યામ ચાવડા પાસેથી તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે અને આરોપીની વધુ પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ ગુનો તેનાથી થતા થઈ ગયો છે અને ૨૦.૨૫ લાખના હિરાની કિંમત હોવાનું અનુમાન હતુ જ્યારે બનાવ અંગેની ફરીયાદ નોંધાઈ ત્યારે ખબર પડી કે આ તો કરોડોના હિરા છે અને તેની પાસેથી અટલ મોટી રકમના હિરા કોઈ લેશે નહી પોલીસે આરોપીનું નીવેદન નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.

Previous articleફાયરીંગ પ્રકરણે ફરાર ત્રણ શખ્સો ઝડપાયા
Next articleગુજરાત હજ કમિટિની પ્રશંસનીય કામગીરી