પ્રખરતા શોધ કસોટીમાં રાજયના ટોપ ૧૦માં મહુવાની બેલુર સ્કુલ

2684

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી પ્રખરતા શોધ કસોટી-ર૦૧૭-૧૮માં મહુવાની બેલુર વિદ્યાલયના બાળકોએ બહોળી સંખ્યામાં પરીક્ષા આપેલ. જેમાંથી ટોપ-૧૦માં મહુવાની બેલુર વિદ્યાલયના ૭ બાળકો સાથે શાળા અગ્રેસર રહી છે.

સમગ્ર બોર્ડમાં ચોથાક્રમે મહેતા જહાનવી એન.  તો સમગ્ર બોર્ડમાં પાંચમાં ક્રમે બાંભણીયા આકાશ જે., સમગ્ર બોર્ડમાં છઠ્ઠા ક્રમે નકુમ ધ્રુવિશા પી અને સમગ્ર બોર્ડમાં સાતમાં ક્રમે ગુજ્જર આકાશ વી., લાડુમોર ચિરાગ એમ. સામેલ છે. આમ બેલુરના સાત બાળકો સમગ્ર બોર્ડમાં ટોપ-૧૦માં સામેલ થઈ સમગ્ર શાળા, મહુવા તથા ભાવનગર જીલ્લા સાથે પોતાના પરિવારનું ગૌરવ વધારેલ. આ તકે પ્રખરતા શોધ કસોટી (ટીએસટી)માં શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સ્ટાફગણને સંસ્થાના એમ.ડી. બસી.સી. લાડુમોર, સેક્રેટરી પી.એમ. નકુમ તથા ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવેલ.

Previous article૩ર૦ પ્રકૃતિ પ્રેમીઓએ માણ્યુ પ્રકૃતિનું સાનિધ્ય
Next articleઅકસ્માતમાં મૃત્યુ પામેલ બે માસુમ બાળાઓની મૈયતમાં ઘોઘા હિબકે ચડ્યું