પોલીસે PCR નાઇટ પેટ્રોલિંગ અસરકારક બનાવવા માટે બારકોડ સ્કેનર લગાવ્યા

0
636

ગાંધીનગર શહેરમાં વાહન ચોરીઓ તથા ઘરફોડ ચોરીઓનાં સતત વધી રહેલા બનાવોને અટકાવવા પોલીસ પેટ્રોલીંગ વધારવાનાં આદેશ કર્યા છે. છતા ચોરીઓ ચાલુ રહેતા નાઇટ પેટ્રોલીંગને સઘન બનાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇ-બીટ સીસ્ટમનાં બારકોડ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં આ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ જઇને મોબાઇલ એપથી તેનું સ્કેનીંગ કરીને હાજરી પુરાવશે.

કારણ કે પેટ્રોલીંગમાં નિકળતી પીસીઆર અંદરનાં માર્ગો પર ન જતી હોવાની રાવ ઉઠી હતી.

ઇ-બીટ સીસ્ટમને શહેરનાં તમામ સેકટરોમાં લાગુ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે જે સેકટરોમાં તસ્કરોનો રંઝાડ વધારે છે તેવી સોસાયટીઓ તથા સેકટરોનાં આંતરીક છેક સુધીનાં માર્ગોને કવર કરવા આવા વિસ્તારોમાં બારકોડ લગાવવામાં આવી રહ્યા છે. ૩ વર્ષ પહેલા પણ વીઆઇપી સેકટરોમાં આ પધ્ધતી અપનાવવામાં આવી હતી. પરંતુ બાદમાં તેની અમલવારી પર ધ્યાન અપાયુ નહોતુ. ત્યારે ફરીથી આ સીસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.

પોલીસની વોચની સાથે તમામ જગ્યાએ પહોચ પણ જરૂરી છે. સેકટર ૨૧માં એક જગ્યાએ બારકોડ લગાવીને ટેસ્ટીંગ પણ કરાયુ હતુ. ઇ-બીટ સિસ્ટમ મજબુત કરાશે. જો કે પોલીસનો આ પ્રયાસ પેટ્રોલીંગ વધારવા માટે તથા મહત્વનો છે પરંતુ જો પેટ્રોલીંગમાં નિકળતા પોલીસ કર્મચારીઓને નિષ્ઠાપુર્વક કામગીરી નહી કરવી હોય તો આ સિસ્ટમની બારીઓ પણ શોધી લેશે. ગાંધીનગર જિલ્લાને ગુનાખોરીથી મુક્ત કરવા માટે આધુનિક ઈ બીટ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here