કલા મહાકુંભમાં બાળકોઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને સર્વને મંત્રમુગ્ધ કર્યા

1040

ગાંધીનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન આજરોજ ઓમલેન્ડ સ્કુલ, મોટા ચિલોડા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર સતીશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

કાર્યક્રમને ખુલ્લો મુકીને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓના કમિશનર સતીશ પટેલે કલા મહાકુંભ પાછળના રાજય સરકારના ઉમદા આશયની વાત કરતાં જણાવ્યું હતું, કલા મહાકુંભ થકી વિવિધ વ્યક્તિઓને પોતામાં રહેલી કલાને ઉજાગર કરવાનું એક સ્ટેજ મળે છે.

ચાલું વર્ષે સમુહ લગ્ન ગીત/ ફટાણા, કુચિપુડી, સરોદ, સારંગી, જોડીયાપાવા, રાવણ હથ્થો અને ભવાઇ એમ સાત નવી કૃતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ચાલું વર્ષમાં કુલ- ૨૯ કૃતિઓમાં ૬ થી ૬૦ વર્ષ થી ઉપરના સીનીયર સિટીઝન્સ અલગ અલગ કૃતિઓમાં પોતાની વયજુથમાં ભાગ લીઘો છે.

આ વર્ષથી કલામહાકુંભનું રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કરવામાં આવ્યું છે.

કમિશનર સતીશ પટેલ અને મહાનુભાવોએ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિઓને મનભરી માંડી હતી. બાળકો દ્વારા પણ મનમુકી પોતાની કૃતિઓ રજૂ કરી સર્વ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અધિકારી ર્ડા. અશોકભાઇ રાવલઅને એ.વી. વાઢેર, જિલ્લા રમતગમત અધિકારી વી.બી. દત્તા, ડી.એસ.ઓ આર.પી. ચૌધરી, ઓમ લેન્ડ સ્કુલના આચાર્ય સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleબુટલેગરોએ દારૂની હેરફેર માટે ચિલોડાના બદલે વાયા પેથાપુર હાઈવે પર પસંદગી ઉતારી
Next articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તેે કચ્છના આરોગ્ય કેન્દ્રના વાહનોનું  લોકાર્પણ કરાયું