પ્રાભારીમંત્રી ભુપેન્દ્રસિંહે સંતો-મહંતો અને ધર્મગુરૂઓના આર્શિવાદ મેળવ્યા

1205

રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે ભાવનગર પધાર્યા હતા અને હિન્દૂ ધર્મની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આજે વહેલી સવાર થી હિન્દુઓના વિવિધ આસ્થાકેન્દ્રો સમાન ધાર્મિક સ્થાનો પર જઈ ને સંતો, મહંતો અને ધર્મગુરુઓ આશીર્વાદ મેળવ્યા હતા અને ભાવનગરની સાથે સાથે સમગ્ર રાજ્યના જન-જન ના કલ્યાણની મંગલ પ્રાર્થના કરી હતી. આજે સવારે ૮ કલાકે તેઓ નંદાલાય હવેલી, સરદારનગર ખાતે ગયા હતા જ્યાં તેઓએ આનંદ બાવા સ્વામીના આશીર્વાદ મેળવ્યા બાદ તપસ્વી બાપુની વાડી એ જઈ  રામચંદ્રદાસજી ના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે બાદ હવેલી ખાતે દર્શન કરી તેઓ ૮/૩૦ કલાકે દાદાસાહેબ જૈન દેરાસર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મહારાજ સ્વામીના આશીર્વાદ મેળવી ગુરુપૂજન કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આ સાથે તેઓએ ભરાતીય જનતા પાર્ટી દ્વારા અનેક વિવિધ ધાર્મિક સ્થાનો પર ઉજવાનાર ગુરુ પૂર્ણિમા ઉત્સવનો પ્રારંભ કર્યો હતો અને આજે દિવસ ભર પાર્ટીના કાર્યકર્તાઓ હિન્દુઓના આસ્થા સમાન ૧૦૦ થી વધુ અનેકવિધ ધાર્મિક સ્થાનો પર જઈ સંતો, મહંતો, ધર્મગુરુઓનું સન્માન,પૂજન અને આશીર્વાદ મેળવેલ.

મંત્રી વિભાવરીબેને ગુરૂપુજન કર્યુ

મંત્રી વિભાવરીબેન દવે એ ૧૦ થી વધુ સ્થાનો પર જઈને ગુરુ પૂજન કર્યું હતું જ્યારે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી  વનારાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભાણીયા, મહેશભાઈ રાવલ સહિતના આગેવાનોએ ઇસ્કોન મંદિર, અક્ષરવાડી, વસુરામ આશ્રમ, માતૃમંદિર, ગોળીબાર હનુમાન સહિતના ધાર્મિકસ્થાનો પર જય સાધુ-સંતો અને ગાદીપતિ ધર્મગુરુઓ આશીર્વાદ મેળવ્યા હતા.

Previous articleગૌરીવ્રતનું સમાપન બોરતળાવ ખાતે ભીડ
Next articleબગદાણા ધામે માનવ મહેરામણ ઉમટી પડ્યો