પંચમહાલ સગીરાના અપહરણના ગુનામાં ભાગતો આરોપી ઝડપાયો

1662

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે પંચમહાલ જીલ્લાના દામાવાવ  પોલીસ સ્ટેશન સગીરાના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી ભરત ઉર્ફે ભદો ચિંથરભાઇ બાંભણીયા ઉ.વ.૩૫ રહેવાસી ઘોઘા કુંભારવાડો ગઢુલા વિસ્તાર તાલુકા પંચાયત પાસે જી. ભાવનગરવાળાને શિવાજી સર્કલ સેન્ટ મેરી સ્કુલ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.  આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.

Previous articleરાણપુરમાં બાલાજી મંદીરે ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરાઈ
Next articleરાણપુરના ટીડીઓ ભાસ્કરની ઉચાપત મામલે ધરપકડ