લોહાણા યુવા સંગઠન, ગાંધીનગર દ્વારા વિશિષ્ટ સામાજીક સેવા કાર્ય કરવામાં આવ્યું

1508

ગાંધીનગરની જાણીતી સામાજીક સંસ્થા લોહાણા યુવા સંગઠન દ્વારા આદર્શ નિવાસી (કન્યા) શાળા, સેક્ટર-૮ ખાતે કન્યાઓને કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ સહિતનો સૂકો સેવો અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોહાણા યુવા સંગઠન, ગાંધીનગર દ્વારા  અનોખી પહેલા કાર્યકરત કરવામાં આવી છે જેમાં સંસ્થાના યુવાનો દ્વારા જરૂરીયાત મંદ લોકોને સામાજીક સેવાના કાર્ય થકી મદદ પહોંચાડવામાં આવે છે. જે અંતર્ગત આદર્શ નિવાસી (કન્યા) શાળા, સે. ૮ની ૧૬૦ કન્યાઓને વ્રતના પવિત્ર તહેવાર નિમિત્તે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નિલેશ પુજારા, ઉપપ્રમુખ પાર્થ ઠક્કર, મંત્રી ચિંતન ઠક્કર, સંગઠન મંત્રી સચિન ઠક્કર, કારોબારી સદસ્ય  જીગ્નેશ મજીઠીયા, અમીત હાલાણી, પ્રિયંક જોબનપુત્રાએ જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્યા જ્યોતીકાબેન સંજયભાઈ રાવલ સહિત સ્ટાફ મિત્રોનો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ.

Previous articleમહાત્મા મંદિર પાસે ઝાડ પડતા ત્રણ વાહન દટાયા
Next articleકરાઈ ખાતે બિન હથીયારધારી પોલીસ ઈન્સ્પેકટરનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો